________________
४०
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાન
જવાની જરૂર પડી, નથી પક્ષાપક્ષી કરી મારામારી કરાવવાની જરુર પડી. એને એની રક્ષા પોતાના હાથમાં જ દેખાય છે. એ પયગંબર કોઈ અમુક વ્યક્તિ કે અમુક સત્તાધારીની શેમાં નથી તણુએને તો મહાપ્રતાપી ગણાતા રાજ્યકર્તાઓની સામે પણ થવું પડે છે. જેના ઉપર અન્યાય ગુજરતો હોય અને જેનો કઈ બેલી ન હોય એની વહારે વગર હથિયારે માત્ર મૈત્રીનું શરણ લઈ દેડી જવું એ એક જ આ પયગંબરને જીવન વ્યવસાય છે. મનુષ્યદયા પછી એની દયા પશુઓમાં ઉતરે છે. અને તે પણ મર્યાદિત રીતે. કારણ કે એ જાણે છે કે “પશુઓની જેટલી અહિંસા કે દયા પાળી શકાય તેટલી લેકને ઓછી લાગે તેથી તેના તરફ તેઓ ધ્યાન ન આપે અને તેને સિદ્ધ ન કરે, અને જેની વાત અને ચર્ચા કરવામાં આવે તે પાળવી શક્ય ન હોય, વધારે તો ન પળાય પણ જે શક્ય હોય તે ઓછી પણ ન પળાય એટલે એકંદર, અહિંસા ધર્મ ચર્ચામાં જ રહી જાય.” માટે જ એણે અહિંસાપાલનની પશુજાતિમાં પણ મર્યાદા આંકી છે. એ પયગંબરની ભાવના છે અને તે શોધે છે કે એ કઈ માર્ગ છે કે જે દ્વારા અત્યારે બચાવવાનું શકય દેખાય છે તે કરતાં વધારે બીજા છોને અને પશુઓને બચાવી શકાય. એવી શોધ અને તાલાવેલી તેમજ પગવાળીને ને બેસવાની જુવાની એ જ એ વૃદ્ધ પયગંબરની સફળતાનું કારણ છે. એના જીવનમાંથી આપણે શું શીખીએ ?
વધારે નહિ તો આટલું તો શીખીએ જ. (૧) સ્વદેશીધર્મ અને ખાસ કરી ખાદી સિવાય બીજાં કપડાં માત્રને ત્યાગ. (૨) જીવિત ચામડાની વસ્તુના વાપરને ત્યાગ. (૩) કોઈ પણ જાતના કેફી પીણુને ત્યાગ. આપણે જેને માટે તે બીડી, હેકા, સીગારેટ વગેરેને ત્યાગ. (૪) સૌથી મહત્ત્વનું અને છેલ્લે આપણું કર્તવ્ય એ છે કે આપણે શાસનરક્ષા માટે ફેડે જમે ન કરીએ. એ ફોને કેટે ન ખચએ. છાપાંઓ ને પુસ્તકેદ્વારા મનુષ્યત્વને લજાવે એવો વિષપ્રચાર ન કરીએ. પક્ષાપક્ષી અને દળબંદીમાં ન રાચીએ.
તા. ૨૨-૮-૩૦
સુખલાલ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org