________________ 28 પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને નોકરીઆત જેવાં કામ કરનાર બુદ્ધિજીવી લોકોની એકતરફી બેઠમલિયા તાલીમથી તેમનામાં આવેલી અસાધારણ માનસિક નબળાઈ અને અસંતોષની વૃત્તિ (4) ફકીર, બાવા તથા પંડિત પુરોહિત અને રાજા મહારાજાઓના જઠરમાં જોઈએ તે કરતાં વધારેમાં વધારે પડતા હવિને લીધે તેમની આળસી, કેરી અને બીજાને ભોગે જીવવાની વૃત્તિ. આ રીતે આર્થિક વહેંચણીની વિષમતાને લીધે રાષ્ટ્રના અંગોમાં નબળાઈ અને સડે આવી ગયેલ છે. એ નબળાઈ અને સડો દૂર કરવામાં જ એટલે જે અંગમાં લેહીની જરૂર હોય ત્યાં તે પૂરવામાં અને જ્યાં વધારે જામી સ્થિર થઈ ગયું હોય ત્યાંથી તેને ગતિમાન કરી બીજી જગાએ વહેવડાવવામાં જ આજની આપણું દયા કે અમારિની સાર્થકતા છે. પજુસણ જેવા ધર્મદિવસમાં તેમજ બીજા સારે નરસે પ્રસંગે આપણે દાનપ્રવાહ કસાઈખાને જતાં ઢોરાઓના બચાવવામાં અને એ ઢેરાંઓના નભાવમાં વહે છે. એ જ રીતે ગરીબગરબાને પોષવામાં તેમજ અનાથ અને અપગેને નભાવવામાં અને સાધાર્મિક ભાઇઓનો ભક્તિ-પ્રતિપત્તિ કરવામાં તેમ જ એવી બીજી બાબતમાં આપણે છૂટું છવાયું અને વ્યવસ્થિત રીતે પુષ્કળ ધન ખરચીએ છીએ. આ દાનપ્રવાહ અને સખાવતની પાછળ રહેલ ઉદારતા અને બીજાનું ભલું કરવાની સદ્દવૃત્તિ, એ બે તત્ત્વ બહુ કીંમતી છે. તેથી એ બે તો કાયમ રાખીને બકે વધારે વિકસાવીને આપણે દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે દાન અને સખાવતનું સ્વરૂપ બદલવું જોઈએ. આ ફેરફારની શરત એટલી જ હોવી જોઈએ કે તે ફેરફાર દ્વારા જૂની રીત કરતાં વધારે પ્રમાણમાં અને વધારે વ્યાપક રીતે રાષ્ટ્રનું પિષણ થવું જોઈએ. આ દૃષ્ટિથી વિચારતાં આપણી સામે અત્યારે પહેલો સ્વદેશી ધર્મ આવે છે. જે પ્રથમ બતાવેલ ચાર મુદ્દા પૈકી બીજા મુદ્દા સાથે ખાસ સંબંધ ધરાવે છે. આપણા દેશમાં બધું પાકવા છતાં પાકે માલ પરદેશથી જ આવે છે. અહીંના પડી ભાંગેલા ઉદ્યોગ, ધંધા અને કળાહુન્નરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org