________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને કરતાં વધારે વિચાર અને વર્તનવાળા હોવાથી, તેમજ એની શક્તિઓને ઉપયોગ કરવાની સ્વતંત્રતા એનામાં સ કરતાં વધારે હોવાથી તે જેમ વધારેમાં વધારે બીજાઓને હેરાન કર્તા થઈ શકે છે તેમ બીજા કોઈ પણ છવધારી કરતાં બીજાઓને માટે તે વધારે કલ્યાણકારક પણ નીવડે છે. એટલે વિકાસશીલ હોવાથી જ મનુષ્ય એ, સૈથી પહેલાં દયા અને સેવા મેળવવાનો અધિકારી છે. મનુષ્ય જેટલું પોતાના જીવનને વ્યાપક અને સરસ ઉપયોગ બીજું કોઈ પણ પ્રાણી કરી શકતું નથી. (3) મનુષ્યની સંખ્યા બીજા કોઈ પણ જીવધારીઓ, કરતાં ઓછી જ હોય છે, કારણકે હંમેશાં વિકાસશીલ વર્ગ માને છે હોય છે. આટલો નાનકડો વર્ગ જે સુખી અને સમાધાનવાળો છે હોય તો ગમે તેટલી રાહત અને મદદ આપ્યા છતાં પણ બીજા જીવધારીઓ કદી સ્વસ્થ અને સુખી રહી ન શકે. એટલે કે મનુષ્ય જાતિની સુખશાંતિ ઉપર જ બીજા જીવોની સુખશાંતિને આધાર છે. આ કારણોથી આપણે આપણી દયાને ઝરે દરેક જંતુ ઉપર ભલે ચાલુ રાખીએ તેમ છતાં વધારેમાં વધારે અને સૌથી પહેલાં માનવભાઈઓ તરફ જ એ વહેતે રાખવો જોઈએ અને માનવભાઈઓમાં પણ જે આપણી પડોશમાં હોય, જે આપણું જાતભાઈએ કે દેશવાસીઓ હોય તેના તરફ આપણે દયાસ્ત્રોત પહેલ વહેવડાવે જોઈએ. જે આ વિચારસરણું સ્વીકારવામાં અડચણ ન હોય તો કહેવું જોઈએ કે આપણી અહિંસા ને દયા એ બનેને ઉપયોગ અત્યારે આપણું દેશવાસીઓ માટે જ થવો ઘટે. આનું એક ખાસ કારણ એ છે કે આપણે રાજકીય પરતંત્રતામાં છીએ, અને પરતંત્ર પ્રજામાં સ્વતંત્ર ધર્મ કદી પિોષાઈ શકતો જ નથી. જ્યારે મન, વચન અને શરીર એ ત્રણે ગુલામીમાં રંગાયાં હોય, નિર્ભયપણે મન વિચાર કરવા ના પાડતું હોય, કરેલ નિર્ભય વિચાર ઉચ્ચારવામાં અર્થાત બીજાઓને કહેવામાં વચન ઉપર અંકુશ મૂકાતો હોય, અને પવિત્રમાં પવિત્ર તેમજ એકાંત હિતકારક કેફી પીણનો ત્યાગ કરાવવા જેવી વાચિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org