________________
નથી. મારું જીવન કઈ જુદા જ માગે વહેશે ત્યારે મારી આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. આજે પણ એ દસ્ય મારા સ્મૃતિપટમાં બરાબર ખડું થાય છે.
જનની રે.......
રાજા ગોપીચંદને વૈરાગ્યના માર્ગે વાળવા માટે “જનની છરે ગોપીચંદની એ પંક્તિ ઉલટભેર ગવાય છે, પણ છબલ બહેનની કાર્યવાહી રાજા ગોપીચંદની માતાથી જરાયે ઉતરતી ન હતી, છતાં આજ સુધી તેમને માટે આવી કોઈ પદ્યરચના થઈ નથી, એ ખરેખર આશ્ચર્યજનક છે. પુત્રને વૈરાગ્યના માર્ગે વળાવ્યા પછી અને સર્વવિરતિને સ્વીકાર કરાવ્યા પછી પોતે પણ સં. ૧૯૮૦ માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી હતી અને સાધ્વી શ્રી કુશલશ્રીજી તરીકે સંયમની સુંદર સાધના કરી સં. ૧૯૯૭ માં શ્રી સિદ્ધગિરિની છાયામાં પાલીતાણું મુકામે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા હતા.
શાસ્ત્રાભ્યાસ “
જેઓની પાસે તેઓશ્રીએ ચારિત્ર ગ્રહણ કર્યું, તે પૂ. આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજનું સ્થાન તેમના સમકાલીન આચાચૅમાં પ્રથમ પંક્તિમાં ગણાતું હતું. તેઓશ્રી એક સમથ વિદ્વાન હોવા સાથે પ્રભાવશાળી વ્યાખ્યાનકાર પણ હતા. તેઓશ્રીના પદધર પૂ. મુનિવર્ય શ્રી પ્રતાપવિજયજી (હાલ પૂ. આચાર્યશ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી) મહારાજ કે જેઓ મુનિશ્રી ધર્મવિજયજીના દીક્ષાગુર થાય, તેઓ પણ અખંડ ગુરુકુલવાસી, સારા વિદ્વાન અને જૈન શાસનની પ્રાચીન પ્રણાલિકાના સંરક્ષક હતા. આવા પૂજ્ય પુરૂષની નિશ્રા પ્રાપ્ત થતાં મુનિશ્રી ધર્મવિજયજી આત્મવિકાસના માર્ગે ઝડપથી આગળ વધવા લાગ્યા.