________________
છેક આગળ જતાં ઘણે ઝળકશે. અલબત્ત, એ તે આ વસ્તુ વ્યાવહારિક શિક્ષણની અપેક્ષાએ કહી રહ્યા હતા, પણ તેઓશ્રી આગળ જતાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયમાં ખૂબ ઝળક્યા અને એ રીતે ગૃહપતિ તથા શિક્ષકની આગાહી સાચી ઠરી. માતાની પ્રેરણું
તેમના માતુશ્રીની ઈચ્છા એવી હતી કે પિતાને પુત્ર ભણીને વ્યવહારમાં પડે, કમથી ખરડાય અને સંસાર વધારે, તેના કરતાં ધમ– પરાયણ ત્યાગી જીવન જીવીને આત્મકલ્યાણ સાધે તે ઘણું સારું. એટલે તેમના તરફથી અવારનવાર દીક્ષા લેવાની પ્રેરણા મળ્યા કરતી. ભાઈચંદભાઈ પૂર્વ ભવમાં સુકૃતની કમાણી કરીને આવેલા અને હળુકમી એટલે માતાની આ પ્રેરણને બરાબર ઝીલી લીધી અને અનેક વ્રતનિયમથી યુક્ત થયા. દીક્ષાદાન
સોળ વર્ષની તરૂણ ઉંમરે તેમણે છાત્રાલય છોડી પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી વિજય મેહનસૂરીશ્વરજી મહારાજનું શરણ સ્વીકાર્યું. સં. ૧૯૭૬ ના માહ સુદિ ૧૧ ના રોજ મહેસાણા નજીક સાંગણપુરમાં તેમને દીક્ષાદાન કરી મુનિશ્રી પ્રતાપવિજ્યજીને શિષ્ય મુનિ શ્રી ધર્મવિજય તરીકે જાહેર કરવામાં આવ્યા. સ્મરણોંધ
અહીં આટલી નોંધ કરું તે ઉચિત ગણાશે કે હું પણ એ વખતે શેઠ ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં અભ્યાસ કરતા હતા અને તેમની સાથે સારી મિત્રતા ધરાવતું હતું. વળી તેઓશ્રી શેડે દૂરના સગપણુ–સંબંધે મારા કાકા થતા હતા. આથી જ્યારે તેમણે છાત્રાલય છોડ્યું, ત્યારે તેમને વિદાય આપવા થોડે દૂર સાથે ગયો હતે. ત્યાં તેમણે એમ જણાવ્યું કે “હવે હું છાત્રાલથમાં પાછા ફરનાર