________________ લેખકનું નિવેદન ** સાંપ્રદાયિક વાતાવરણની વધુ વાર્તાઓ ન લખવાને અનેક સજન મિત્રોને આગ્રહ છતાં, “કામવિજેતા શ્રી યૂલિભદ્ર " પછી શ્રી સારાભાઈ નવાબ દ્વારા આ મારી એક અન્ય નવલકથા બહાર પડે છે. આમ મિત્રના આગ્રહથી અળગા રહેવાનું કારણ, એજ છે કે મેં જૈન ધર્મને કદી સંપ્રદાય માન્ય નથી, ને મને એનાં તોમાં કોમવાદની કદી ગંધ આવી નથી. ધર્મનું એક માત્ર ધ્યેય–સ્વભાવે પશુતાના પાડોશી બનતા માણસને માનવધર્મ શીખવવાનું છે. એ જે દ્વારા થાય તે ધર્મ છે, અને તે ખરેખર આદરણીય છે. જૈનધર્મે એ હાંસલ કરી બતાવ્યું છે. જૈનધર્મ વિશાળ ધર્મ છે, ને એ વિશાળતાને દર્શાવવાનો આ. મારી બે નમ્ર નવલકથાઓનો દાવો છે. ખુશી થવા જેવી બીના છે, કે એ દાવાને અનેક જૈન તેમજ જૈનેતર વાચકેએ પ્રથમ પુસ્તક શ્રી ધૂલિભદ્રને સાધોપાત વાંચીને પોતાનો ટેકો આપ્યો છે. અને એ જ બળે આ બીજી નવલકથા સર્જાઈ છે. આ નવલકથાના નાયક મહર્ષિ મેતારજ શ્રી ધૂલિભદ્રની જેમ સુપ્રસિદ્ધ પુરુષ નથી. ઇતિહાસને એમને બહુ ઓછ–નગણ્ય ટેકે છે.