________________
ઉત્તરાયયન સૂત્ર
૧. મૃત્યુ
जहेह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसहरा भवंति ॥
(. શરૂ-૨૨) न तस्स दुक्ख विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बंधवा । एको सयं पच्चणुहोइ दुक्ख, कत्तारमेव अणुजाइ कम्मं ।
( શરૂ-શરૂ)
જેમ સિંહ મૃગને લઈ જાય તેમ મૃત્યુ મનુષ્યને અંતકાળે લઈ જાય છે. માતા અથવા પિતા અથવા ભાઈ એના એક અંશનું પણ રક્ષણ કરી શકતાં નથી.
સગાંસંબંધી મિત્રવર્ગ પુત્રો અને બાંધવો એના દુઃખમાં ભાગ પાડતાં નથી; એ પોતે એકલે જ દુઃખનો અનુભવ કરે છે. કર્તાની પાછળ જ કમ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com