________________
ઉત્તરાધ્યયન સૂવ ]
૩. બ્રાહ્મણ અને શ્રમણ 'जो लोए बम्भणो वुत्तो अग्गीव महिओ जहा । सया कुसलसंदिटुं तं वयं बूम माहणं ॥ जो न सजइ आगन्तुं पन्चयन्तो न सोयइ । रमइ अज्जवयगम्मि तं वयं बूम माहणं ॥ जायरूवं जहामिट्ठ निद्धन्तमलपावगं । रागदोसभयाईयं तं वयं बूम माहणं ॥ तवस्सियं किस दन्तं अवचियमंससोणियं । सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं ॥
(ગ. ૨૫-થી ૨૨) આ લેકમાં જે અગ્નિની જેમ પૂજાય છે તથા કુશલા પુરુષોએ જેને (બ્રાહ્મણ તરીકે) નિર્દેશ કરેલો છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે (સ્વજનાદિમાં) આસક્ત થતું નથી, પ્રત્રજિત થયા પછી જે શોક કર નથી, તથા આર્યવચનમાં જે આનંદ પામે છે, તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલા સેનાની મલિનતાની જેમ જેના રાગ દ્વેષ ભય આદિ દૂર થઈ ગયા છે તેને અમે બ્રાહાણુ કહીએ છીએ.
તપસ્વી, કૃશ, દાન્ત, જેનાં માંસ અને શેણિત સુકાઈ ગયાં છે તેવા, સુવ્રત તથા નિર્વાણ પ્રાપ્ત કરનારને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
૧. હીરાલાલ હ સરાજની વચનામાં અહીં નો પાઠ છે, પણ ડે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com