________________
L[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર મ.ભા. વન. સ. ૨૦૪/૨૪ થી ૩૪ માં હિંસા-અહિંસાનું નિરૂપણ કરતાં ધાન્યબીજ, વૃક્ષો, ઔષધિઓ, ઉદક, તથા બીજે અનેક ઠેકાણે રહેલા જીવોની હિંસા કેવી રીતે થાય છે એનું ધર્મવ્યાધ કથન કરે છે. અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ હોવા છતાં એનું પાલન કેવું દુષ્કર છે અને શાથી પિતે પણ માંસ વેચે છે એને ખુલાસો ધર્મવ્યાધ આ અધ્યાયમાં કરે છે.
૯. આત્મવિજય ઉ. માં “નમિપ્રવજ્યા માં ઇન્દ્ર નમિને, જે રાજાઓ નમતા ન હોય તેમને વશ કરીને પ્રવજ્યા ગ્રહણ કરવા કહે છે, એના જવાબમાં નમિ બાહ્યયુદ્ધ કરતાં આંતરયુદ્ધ મહત્વનું છે એ બતાવે છે અને “આ જાત જિતાતાં બધું છતાઈ ગયું' તેમ કહે છે, એ પ્રસંગના આ શ્લોક છે.
મ.ભા. ને આશ્વ. ૧૨-૧૨ થી ૧૪ માં આવતા શ્લેકે શ્રીકૃષ્ણ ધર્મરાજને કે જેઓ યુદ્ધથી થયેલા બંધુજનના ક્ષયથી દીનમનસ્ થયેલા હતા, તેમને ખિન્નતાને ત્યાગ કરીને શંકરહિતપણે રાજ્ય કરવા ઉપદેશ કરતાં કહે છે. ઉ. માં (૯-૩૪ થી ૩૬ જુઓ પૃ. ૪૭) રાજ્યત્યાગ કરવા માટે આ શ્લેકેને ઉપયોગ બરાબર છે, કારણ વૈરાગ્ય પામેલું–કામગોની ક્ષણિક્તા તથા તૃષ્ણાની દુત્યજતાનું જ્ઞાન મેળવેલ નમિ એ કહે છે. મ.ભા. માં રાજ્યધુરા સારી રીતે વહન કરવા માટે આ કાને (આશ્વ. ૧૨-૧૨ થી ૧૪ જુઓ પૃ. ૪૬) ઉપગ પણ બરાબર છે, કારણ કે જ્ઞાતિ અને બળુક્ષયથી
૧. “ધમ્મપદ' સહસ્સવષ્યોની ગાથા ૧૦૩-૪ અને ઉ. ૯/૩૪ નો શ્લોક એક જ છે. “ધમ્મપદની ૧૦૪–પમી ગાથા ઘણી મળતી છે.
यो सहस्सं सहस्सन सङ्गामे मानुस जिने ।
एकं च जेय्यमत्तानं स वे संङ्गामजुत्तमो ॥ १०३-४ ॥ જે સંગ્રામમાં દસ લાખ મનુષ્યોને જીતે, તેના કરતાં પોતાની જાતને છાત તે ઉત્તમ યોદ્ધો છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com