________________
સ્વાધ્યાય ]
વિદેહરાજ-દુહિતાએ સ્ત્રીધર્મ વિશે ગાયેલી એક ગાથા મ.ભા. ના અનુશાસન પર્વમાં પ્રમાણ તરીકે ટાંકી છે (અનુ. ૪૬/૧૩.) તે ગાથા રામપત્ની સીતાની છે. વા. રામાયણ અ. ૧૧૮/૯ માં સીતા અને અનસૂયાના મિલનમાં થોડા પાઠાતરે આ અર્થને શ્લેક સીતાજી અનસૂયાને કહે છે. સીતાજીના પિતાનું નામ સીરધ્વજ જનક હતું. (રાજશેખરકૃત વાદનમાયા નાટક, [WD P. 874, 1219 etc.)
શાંતિ. સ. ૧૦૪થી ૧૦૬માં કેસલરાજ ક્ષેમદશીને વિદેહરાજે છતી લીધે હતા એ કથા છે. આર્જવવાન રાજા ક્ષેમદશી કપટથી રાજ્ય જીતવા નહોતા ઈચ્છતે. પછી કાલકક્ષીય મુનિના કહેવાથી (કેસલરાજના જેવાજ) ઉદારચિત્ત વિદેહરાજે ક્ષેમદર્દીનું સન્માન કર્યું હતું અને પિતાની દુહિતા એને આપી હતી–પરણાવી હતી.
આ સિવાય મ ભા. માં વનપર્વ ૩. ૨,૭૪, અને શાતિ. સ. ૯૯ વગેરે ઠેકાણે જનક વિશે સામાન્ય હકીકતે તથા એણે ગાયેલી ગાથાઓ છે.
જેને પ્રાચીન કથાગ્રંથ વવલિ , ગન્ધર્વદત્તાતંભક પૃ. ૧૫૩માં મિથિલાના રાજા જનકનો ઉલ્લેખ, વૈદિક યજ્ઞમાગ તરીકે છે (અનુ. પૃ. ૧૯૮) તે ગ્રંથની પ્રાચીનતાને કારણે નોંધપાત્ર છે. તદુપરાંત આ ગ્રંથ-સંતર્ગત “રામાયણમાં તથા મુકાબલે અર્વાચીન એવા બીજા જેન કથાગ્રંથમાં જનક વિશે હકીકત છે એ નોંધવું જોઇએ.
૮. જીવકાય જેને પરમ્પરા પ્રમાણે ઉદકમાં, પૃથ્વીમાં અને ફલ (વનસ્પતિ)માંછો છે તે તથા અતિશય સમ છે કે જેમનું અસ્તિત્વ અનુમાનથી જ જાણી શકાય છે વગેરે મ.ભા. ના અત્રે ટાલા ભાગમાં છે. આ ભાગ રાજધર્મ વિશે છે, અને એમાં અહિંસા પાળી શકાતી નથી એવું અર્જુનનું ભાષણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com