________________
સ્વાધ્યાય |
ભારતની અન્ય પ્રાચીન શ્રમણુપરમ્પરાઓમાં પણ છ પ્રકારની જાતિ વિશે ઉપરનાને મળતી માન્યતાઓ છે. પૂરણકાશ્યપનો અક્રિયાવાદ અને મફખલિ ગોસાલનો સંસારશુદ્ધિવાદ એક આજીવક પંથમાં ભેગા થઈ ગયા હતા. એ વિશે અંગુત્તરનિકાયના છક્કનિપાત (સુત્ત પ૭) માં ઉલ્લેખ છે. એમાં આનંદ ભગવાન બુદ્ધને પૂછે છે : “ભદત પૂરણ કાશ્યપે કૃષ્ણ, નીલ, લેહિત, હરિદ્ર, શુકલ અને પરમ શુકલ એવી છે જાતિઓ કહી છે. ખાટકી પારધી વગેરે લેકેને કૃષ્ણ જાતિમાં સમાવેશ થાય છે, ભિક્ષુ વિગેરે કર્મવાદી લેકેન નીલ જાતિમાં, એક વસ્ત્ર રાખનારા નિગ્રંથને લોહિત જાતિમાં, સફેદ વસ્ત્ર પહેરનારા અચેલક શ્રાવકને [ આવક શ્રાવકને ] હરિદ્ર જાતિમાં, આજીવક સાધુ અને સાધ્વીઓનો શુક્લ જાતિમાં, અને નંદવચ્છ, કિસ સંકિચ્ચ અને મફખલિ ગેસલને પરમ શુકલ જાતિમાં સમાવેશ થાય છે” વગેરે. (બુ. ચ. પૃ. ૧૨૫, ૧૨૬, ૧૧૯, ૧ર૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com