________________
[મહાભારત અને ઉત્તરાયયન સૂત્ર
છે. તે સાથે મ.ભા. કર્ણદ’ અને ‘પાંચમો વેદ (આદિ. ૧/૨૬૮,૬૨, ૧૮, ૩/૮૮ વગેરે) કહેવાય છે તે અને મ.ભા. ના રચનાર વ્યાસનું એક વિશેષણ પરમષિ' (આદિ. ૧/૧૭, ૨/૩૭૮) અહીં સરખાવવા જેવું છે.
આ ગ્રંથમાં ઉ. માંથી મૂકેલા ગ. ૨ જાના ભિક્ષના નિયમ અને મ.ભા. શાંતિ સ. ર૭૮ હારીતગીતામાં આપેલા સંન્યાસીના નિયમો ઘણું મળતા છે. એમાં પણ ઉ. ૨/૨૦ (ડા પાઠભેદે ક. ૭૫/) અને શાંતિ. ૨૭૮/૧૩ ( ભિક્ષુ-સંન્યાસીએ કયાં વસવું એ વિશે.) શાબ્દિક રીતે પણ મળતા છે. તે જ પ્રમાણે મ.ભા. અનુ. ૧૪૧/૮૪ માં પણ નિવૃત્તિલક્ષણ ધર્મ-સન્યાસીના ધર્મ–માં પણ ઉપરનાની સાથે શાબ્દિક સામ્ય છે. ગૃહસ્થને ત્રાસ ન થાય એ માટે (ઘરનાં) સર્વ જમ્યા બાદ ભિક્ષા માટે જવું જોઈએ, એ ઉ. ૨/૩૦ અને શાંતિ. ૨૭૮૯ તથા અનુ. ૧૪૧/૧૧૩ માં ઉપદેશ્ય છે.
સાચા ભિક્ષુ–મુનિ કે હેય એ ઉ. અને મ.ભા. માં અનુક્રમે આ પ્રમાણે બતાવ્યું છે.
निम्ममे निरहंकारे वीयराओ अणासवो।
संपत्तो केवलं नाणं सासयं परिणिव्वुए ॥ (ઉ. ૩૫/૨૧. ગીતાના “સાંખ્ય યુગમાં લૈક સરખા. ગીતા ૨/૭૧. મ.ભા. ભીષ્મ ૨૬/૭૧)
નિર્મમ, નિરહંકાર, વીતરાગ અને આસવરહિત (નવાં કર્મોના સંપર્કથી રહિત) એ એ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને શાશ્વત નિર્વાણ પામે છે. अरोषणो यः समलोष्टाश्मकाश्चनः प्रहीणशोको गतसन्धिविग्रहः । निन्दाप्रशंसोपरतः प्रियाप्रियेत्यजन्नुदासीनवदेष भिक्षुकः ।।उद्योग.३
જે રેષરહિત છે, જે માટીનું ઢેલું પથ્થર અને સુવર્ણમાં સમત્વબુદ્ધિવાળે છે, શોકમુક્ત છે, સન્ધિ-વિગ્રહથી (રાગદ્વેષથી) પર છે, જે નિન્દા અને પ્રશંસાથી-પ્રિય અને અપ્રિયથી ઉપણામ પામેલો છે, અને ઉદાસીનની જેમ રહે છે તે ભિક્ષક છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com