________________
૭૮
[ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર સંવાદ છે તેમાં મુખ્યત્વે સાંખ્યશાસ્ત્રનું કથન છે. વળી એમાં બીજા મતોના ખંડનની સાથે ૨૧૮/૩૨ થી ૪૦ માં બૌદ્ધતત્ત્વજ્ઞાનનું ખંડન કર્યું છે. આ સંવાદને અંતે પ્રતિબંધ પામેલો જનક એક વખતે મિથિલા બળતી હતી તે જોઇને “આ મિથિલા બળે છે, પણ એમાં મારું કંઇ બળતુ નથી.” (૨૧૯૫૦) એમ બે હતો. કરચના જુદી પણ વિચાર પુસ્તકમાં મૂકેલા શ્લોકનો જ છે એ સ્પષ્ટ છે.
શાંતિ. . ૩૧૯ માં ફરીથી જનક અને ભિક્ષુ પંચશિખને સંવાદ છે. તેમાં ખાસ નવું નથી, ઉપરનું વસ્તુ અતિસંક્ષેપમાં છે.
શાંતિ. સ. ૩૨૦ માં ધર્મધ્વજ નામના જનક અને સુલભાને ૧૯૦ શ્લોકનો લાંબો રસિક ઈતિહાસ-સંવાદ છે તેમાં આ બન્ને શ્રેયેથી સમર્થ જ્ઞાનીઓને ઓજસ્વી, ન્યાયસંગત, જ્ઞાનપૂર્ણ, રોચક સંવાદ છે. નીતિ, વેગ, સાંખ્ય, ન્યાય, અલંકાર યતિધર્મ, મેક્ષધર્મ ઇત્યાદિની સરસ, સુરેખ ચર્ચા થાય છે. પકવતા અને અપકવતાની કસોટીઓ રજ થાય છે. આ જનક પિતાને પરાશર ગોત્રના પંચશિખના શિષ્ય તરીકે ઓળખાવે છે. (અગાઉ શાંતિ. સ. ૨૧૮ અને મ. ૨૧૮ વિશેના સ્વાધ્યાય, પૃ. ૭૭ માં પંચશિખ વિશે જુઓ.)
શાંતિ. સ. ૩૨૫ અને સ. ૩૨૬ માં નિખિલ યોગશાસ્ત્ર અને કપિલ સાંખ્યશાસ્ત્રનો અભ્યાસ કરી ચૂકેલા શુકદેવ પિતા વ્યાસની આજ્ઞાથી જનકની પાસે ઉપદેશ ગ્રહણ કરવા જાય છે એ કથા છે. ત્યાં જનકે શુકને અનુક્રમે આશ્રમધર્મોનું પાલન કરવા કહ્યું ત્યારે શુકે પૂછયું કે “જ્ઞાન અને વિજ્ઞાનવાળાને (અનુક્રમે ગ્રંથસ્થ અને અનુભવસિદ્ધ જ્ઞાન) ત્રણ આશ્રમની શી જરૂર છે?” (એકલે પ્રથમ આશ્રમ બ્રહ્મચર્યાશ્રમ—ન ચાલે? એ ભાવ છે.) જનકે કહ્યું કે “અનેક જન્મ સુધી અનુક્રમે આશ્રમધર્મોનું પાલન કર્યા પછી, શુભાશુભ કર્મોને નાશ થાય છે, અને એ શુદ્ધાત્મા પ્રથમાશ્રમ-બ્રહ્મચર્યાશ્રમ—માં પણ મોક્ષ પામે છે.” ઇત્યાદિ કહેતાં ઉમેર્યું કે “તમે જ્ઞાનવિજ્ઞાનસંપન્ન છે, તેથી મેક્ષાગ્ય છો.” આશ્રમધર્મોને એકાંગી નિષેધ કંઈ બરાબર નથી. એનુ કમ
ગથી થતા વિકાસમાં મોટું સ્થાન હતું. તેમ આશ્રમધર્મોનું એકાંગી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com