Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 87
________________ G0 [ મહાભારત અને ઉત્તરાધ્યયન સૂત્ર કેટલાક વાચકેને “પ્રતિભાને દોષ વર્ણવતે અર્થ નવીન લાગશે, પણ ગમાર્ગમાં આ અર્થ પ્રચલિત છે. મ.ભાને જે અધ્યાયમાં ઉપરને શ્લેક આવે છે તેમાં યોગાચાર કથન છે. “પાતંજલ યોગસૂત્ર (અ. ૩, સત્ર ૩૪ થી ૩૮) પણ આ અર્થનું સમર્થન કરે છે. શાંતિ. સ. ૩૨૧ માં વ્યાસ ઋષિ શુકદેવને સમગ્ર વેદનું અધ્યયન કરાવ્યા બાદ ઉપદેશ આપે છે તેમાં અપ્રમત પણે ધર્મ આચરવાનું કહેતાં (શ્લેક ૪ થી ૧૭ સુધી) ऐहलौकिकमीहन्ते मांसशोणितवर्धनम् । पारलौकिककार्येषु प्रसुप्ता भृशनास्तिकाः ॥ શાંતિ. ૩૨૦ જેઓ કાર્યોમાં નિદ્રાધીન અને નાસ્તિક હોય છે, તેવાઓ માંસ અને શેણિત વધારનારા આ લોકના ભેગેની કામના કરે છે. અહીં વિષયીઓને નિદ્રાધીન અને નાસ્તિક કહ્યા છે. ઉ. નું દસમું અધ્યયન “કુમપત્રક' જીવનની અને ઈહલોકના ભોગોની ક્ષણિકતાનું વર્ણન કરતાં પ્રમાદ ન કરવાનું કહે છે. મ.ભાના ઉદ્યોગપર્વમાં મ. ૪૨માં પણ પ્રમાદ ન કરવાનું કથન છે મુખ્યત્વે પ્રમાદથી મૃત્યુ અને અપ્રમાદથી બ્રહ્મભાવ–અમૃતનું કથન છે. વળી વમેલાનું પાન ન કરવા'ની ઉપમા બનેમાં થોડી જુદી રીતે મૂકી હોવા છતાં એક વિચારપદ્ધતિ-મનનપદ્ધતિને ખ્યાલ આપે છે. चिच्चाण धणं च भारियं पवइओ हि सि अणगारियं । मा वन्तं पुणो वि आइए समयं गोयम मा पमायए ॥ ૩, ૫, ૨૦–૨૬ ધન અને ભાર્યાનો ત્યાગ કરીને તે અનગાર તરીકે દીક્ષા લીધી છે. એ વમેલાનું ફરી પાન કરીશ નહિ. હે ગૌતમ! એક પળને પણ પ્રમાદ ન કર. ૧. “મૃત્યુ ના સ્વાધ્યાય લેખમાં પૂ. પર જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114