Book Title: Mahabharat ane Uttaradhyayan Sutra
Author(s): Upendrarai Jaychand Sandesara
Publisher: Bhogilal Jaychand Sandesara

View full book text
Previous | Next

Page 82
________________ સ્વાધ્યાય ) न स्तम्भी न च मानी स्यान्नाप्रसन्नो न विस्मितः । मित्रामित्रसमो मैत्रो यः स धर्मविदुत्तमः॥ अनु.१४१-११५ જે (સ્તંભ જેવ) અક્કડ નથી, જે માની નથી, જે અપ્રસન્ન નથી (સદા પ્રસન્ન રહે છે), જે (કદી) વિસ્મિત નથી, મિત્ર તથા અમિત્રમાં સમાન (બુદ્ધિવાળા) છે, અને સર્વ પ્રત્યે મૈત્રીભાવ રાખે છે તે ઉત્તમ ધર્મવેત્તા છે. (મુનિધર્મકથનના ઉપસંહારમાં આ શ્લોક છે) આ જમાનામાં એટલે કે આશરે ઇ.સ. પૂર્વે ૫૦૦ થી ઈ.સ. ૨૦૦ સુધીમાં ભારતમાં ઘણું પરિવ્રાજક સંપ્રદાય હતા. એમાંના કેટલાક તે અલગ સંપ્રદાય ન હોઈ માત્ર થોડા કર્મવિધાન દ્વારા જ પરસ્પરથી જુદા પડતા હતા. મ.ભા. અનુશાસનપર્વમાં સંન્યાસીઓના ધર્મના વિભાગમાં આવા ઘણું પરિવ્રાજકે -ભિક્ષુકે-મુનિઓ-ઢિજેના ધર્મો (ધર્મ” ના પ્રચલિત અર્થમાં નહિ પણ “આચાર” ના અર્થમાં) વિશે કથન છે. _ નિવૃત્તિલક્ષણ ધર્મમાં પ્રથમ સર્વભૂતદયાધર્મથી શરૂઆત કરતાં એવો મુનિ કેવો હોય એ વર્ણન છે. તેમાં– न कुटयां नोदके सङ्गो न वाससि न चासने । न त्रिदण्डे न शयने नाग्नौ न शरणालये ॥ अनु.१४१। ८२ (ત (મુનિ), કુટીર પાછું વસ્ત્ર આસન ત્રિદંડ શયન અગ્નિ અને નિવાસસ્થાનમાં આસક્તિ રાખતું નથી.) આ લોક ઉપાશ્રય થયા તે પહેલાંના કોઈ નગ્ન જૈન સાધુને ખ્યાલ આપે છે. પણ પછી આગળ ચાર પ્રકારના ભિક્ષુકો વિશે છે, જેમાં ર = ગૃહનિવાસ કરનાર અને ત્રિદંડ ધારણ કરનાર, વાસ્નાન અર્થે તીર્થીટન કરનાર અને ત્રિદંડ ધારણ કરનાર (ઉપર અનુ. ૧૪૧૮૨ માં કહેલજ ર થી તદન સામી બાજ), હર=આશ્રમધર્મ પાલન કરનાર એકદંડી અને હર ત્રિગુણાતીત એકદંડી. (અનુ. ૧૪૧૮૯). આ પરમહંસ સન્યાસીઓને કેવું પદ પ્રાપ્ત થાય છે, એ વિશે કહ્યું છેઃ अतः परतरं नास्ति नावरं न तिरोग्रतः । अदुःखमसुख सोम्यमजरामरमव्ययम् ॥ अनु. १४११९० આ (પદ) થી શ્રેષ્ઠ કે કનિષ્ઠ, પહેલાં કે પછી, બીજું કઈ (પદ) નથી. તે દુઃખ અને સુખ રહિત છે, સૌમ્ય, અજર, અમર, અને અવ્યય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114