________________
ઉત્તરાધ્યયન સત્ર ]
तसपाणे वियाणेता संगहेण य थावरे । जो न हिंसइ तिविहेण तं वयं बूम माहणं ॥ कोहा वा जइ वा हासा लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ तं वयं बूम माहणं ॥ वित्तमन्तमचित्तं वा अप्पं वा जइ वा बहुं । न गिण्हइ अदत्तं जे तं वयं बूम माहणं ॥ दिव्वमाणुसतेरिच्छं जो न सेवइ मेहुणं । मगसा कायवकेण तं वयं बूम माहणं ॥
(. ર-ર૩ થી ર૬) જે ત્રસ (જંગમ) તથા સ્થાવર પ્રાણીઓને બરાબર જાણીને ત્રણ પ્રકારે (મન વચન કાયાથી) એમની હિંસા કરતે નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
ક્રોધથી હાસ્યથી લેભથી અથવા ભયથી જે જઠું બોલતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
જે અદત્તકેઈના આપ્યા વિના સચિત્ત (દાસ પશુ ઇત્યાદિ) કે અચિત્ત (સુવર્ણ ઈત્યાદિ) થોડું કે ઘણું લેતો નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
મનથી કાયાથી કે વચનથી જે દિવ્ય માનવ કે તિર્યંચ સંબધી મિથુન સેવ નથી તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૮ યાકેબીની વાચનામાં નો છે, તે અર્થની દષ્ટિએ વધારે ઊંચત છે. જો કે મૂળ પાડના સંપાદન અગાઉ વર્ષો પહેલાં પ્રકટ થયેલા યાકાળીના અનુવાદમાં નો પાઠ સ્વીકારીને ભાષાન્તર થયેલું જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com