________________
[મહાભારત
૬. અપ્રમાદ या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः॥
(મીષ્મ, . ૨૬૬૨; તા. ૨-)
"જે સર્વ પ્રાણીઓની રાત હોય છે તેમાં સંયમી જાગે છે, તથા જેમાં સર્વ પ્રાણીઓ જાગે છે તેને મુનિ રાત ગણે છે.
૧. (૫૯)
૧. ભેગી મનુષ્ય રાત્રિના બાર એક વાગ્યા સુધી નાચ રગ ખાનપાનાદિમાં પોતાને સમય ગાળે છે ને પછી સવારના સાત આઠ વાગ્યા સુધી સૂએ છે. સંયમી રાત્રિના સાત આઠ વાગે સૂઈ મધરાતે ઊઠી ઈશ્વરનું ધ્યાન ધરે છે. વળી ભોગી સંસારને પ્રપંચ વધારે છે ને ઈશ્વરને ભૂલે છે, ત્યારે સંયમી પ્રપંચથી અણજાણ રહે છે ને ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે, એમ બેના પંથ ન્યારા છે એમ આ શ્લેકમાં ભગવાને સૂચવ્યું છે. (“અનાસક્તિયોગ,' ૨-૬૯ ની નેંધ) મ. ગાંધીજીને અર્થ આ પ્રમાણે છે : જ્યારે સર્વ પ્રાણું સૂતા હોય છે ત્યારે સંયમી જગતો હોય છે, જયારે લોક જાગતા હોય છે ત્યારે જ્ઞાનવાન મુનિ સૂતો હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com