________________
ઉત્તરાધ્યયન સૂત્ર ]
एए पउकरे बुद्धे जेहिं होइ सिणायओ। सयकम्मविनिम्मुकं तं वयं बूम माहणं । एवं गुणसमाउत्ता जे भवन्ति दिउत्तमा । ते समत्था उ उद्धृत्तं परमप्पाणमेव य॥ एवं तु संसये छिन्ने विजयघोसे य माहणे । समुदाय तयं तं तु जयघोसं महामुणि ।। तुहे य विजयघोसे इणमुदाहु कयंजली। माहणत्तं जहाभूयं सुठु मे उबदंसियं ।
(રપ-રૂક થી રૂ૭)
બુદ્ધ-જ્ઞાનીએ આ (ઉપદેશ) પ્રકટ કર્યો છે, જેથી (મનુષ્ય) સ્નાતક થાય છે. એ સર્વ કર્મથી વિમુક્ત થયેલાને અમે બ્રાહ્મણ કહીએ છીએ.
આ પ્રકારે ગુણયુક્ત દ્વિજોત્તમે પિતાને તથા બીજાને ઉદ્ધાર કરવાને સમર્થ હે ય છે.
૧૭ આ પ્રમાણે પિતાના સંશય છેદાઈ ગયા પછી વિજયઘેષ બ્રાહ્મણે જયઘોષ મહામુનિનાં વચનોનો સ્વીકાર કર્યો. ૧૮
સંતુષ્ટ થયેલા વિજયઘોષે (હાથની) અંજલિ જોડીને કહ્યું કે “આપે બ્રાહ્મણને યથાસ્થિત ઉપદેશ મને કર્યો છે.”૧૯
૧. જેણે પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કર્યા છે તેવા બ્રાહ્મણને “નાતક કહે છે. આ સાથે “સ્નાતક” ને “ગ્રેજ્યુએટ એવો અર્વાચીન અર્થફેર સરખાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com