________________
૧૩.
ખુશામત
માણસને રિઝવવા કરવામાં આવતી ખુશામત તો મધુર દૂધમાં તેજાબ રેડવા બરાબર છે, એથી માણસ જામતો નથી, પણ ફાટે છે.
܀
૧૪. સત્યનું પાત્ર
સત્ય સૌને ગમે છે, પણ એને કટુતાના પાત્રમાં પીરસશું તો એને કોઈ નહિ ઝીલે. તમારે જો સત્ય જ પીરસવું હોય તો પ્રિયતાના પાત્રમાં પીરસો. એથી સત્યનો મહિમા ઘટશે નહિ, પણ વધશે.
܀
૧૫. સંસ્કાર
કુસંસ્કારોથી આત્મા ભારે થઈને અધોગામી બને છે; સુસંસ્કારોથી આત્મા હળવો બની ઊર્ધ્વગામી બને છે.
܀
૧૬. ત્યાગમાં મુક્તિ
જે ગ્રહણ કરે છે, તે દુ:ખી થાય છે; જે છોડે છે તે સુખી થાય છે. પરિગ્રહમાં બંધન છે. ત્યાગમાં મુક્તિ છે.
Jain Education International
܀
૧૭. પ્રેમ-પ્રતીકાર
લોહીથી ખરડાયેલાં કપડાં લોહીથી નહિ, પણ પાણીથી શુદ્ધ થાય છે, તેમ તિરસ્કારનો પ્રતિકાર ક્રોધથી નહિ, પણ પ્રેમી જ થઈ શકે છે.
܀
૧૮. સાચું દાન
ધન હતું ત્યારે આપ્યું એમાં નવું શું કર્યું ? લોટામાં પાણી ન સમાય ત્યારે વધારાનું પાણી સૌ કાઢી નાખે. એ કંઈ દાન છે ? પણ જે પોતાના પીવાના પાણીમાંથી તરસ્યાને આપે છે, એનું નામ દાન છે.
܀
૬ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org