________________
છતાં તમારું દિલ ગરીબ છે; પણ જો બીજાને સુખી જોઈ, તમે ખુશી થતા હો તો તમે સ્થિતિએ ગરીબ હોવા છતાં તમારું દિલ શ્રીમંત છે.
૪. ચિંતનની કવિતા
વાસનાની વાણીમાંથી જન્મેલી કવિતા, સર્જન પહેલાં જ મૃત્યુ પામે છે; ક્ષણિક આવેશમાંથી ઉદ્ભવેલી કવિતા જન્મીને મૃત્યુ પામે છે; સંયમભર્યા દીર્ઘ ચિંતનમાંથી પ્રભવેલી કવિતા જ ચિરંતર રહે છે.
܀
૫. સાચો વિજય
સમરાંગણનો વિજયી એ સાચો વિજેતા નથી, પણ ઇન્દ્રિયો ઉપર વિજય મેળવનાર જ સાચો વિજેતા છે. દુનિયાને જીતવી સાવ સહેલી છે. ઇન્દ્રિયોને જીતવી જ કઠિન છે.
૬. સેવક ને નેતા
ઓછું બોલે ને વધારે કાર્ય કરે, તે સેવક; અને વધારે બોલે ને ઓછું કાર્ય કરે, તે નેતા. એનો અર્થ એ જ કે જેની જીભ નાની તેનું કામ મોટું અને જેની જીભ મોટી તેનું કામ નાનું.
૭. શાંતિનો પરિમલ
અગરબત્તીનો સંયોગ અગ્નિ સાથે થાય તો જ એમાંથી સુવાસ ભરેલું વાતાવરણ સરજાય છે; વાણીનો સંયોગ પણ જો આમ વર્તન સાથે થાય તો જ એમાંથી શાન્તિનો પરિમલ પ્રગટે.
Jain Education International
܀
૪ * મધુસંચય
For Private & Personal Use Only
www.jainelibrary.org