________________
૮. જતાં જતાં
જવું જ છે ? તો જાઓ. પણ જતાં જતાં સ્વાર્થની દુર્ગંધને બદલે સ્નેહ, સેવા, સદાચાર અને સૌજન્યની સુરભિ મૂકતા જાઓ કે જેથી અમે પણ એ સુરભિની પુણ્યસ્મૃતિ ઉપર બે સાચાં આંસુ તો પાડીએ.
૯. મહાન કોણ
કોઈએ કરેલા ઉપકારની કદર કરે, એ સજ્જન છે; અપરિચિત ઉપર ઉપકાર કરે, એ અતિ સજ્જન છે; પણ અપકાર ઉપર અપકાર કરે એ સજ્જન નહિ, અતિ સજ્જન નહિ, પણ મહાન છે.
૧૦. સ્વર્ગ અને નરક
અંતઃકરણમાં સવિચાર હોય ત્યારે સમજવું કે તમે સ્વર્ગમાં છો, અને અંતઃકરણમાં અસવિચાર હોય ત્યારે માનજો કે તમે નકમાં છો. અંતઃકરણ ઉપર લાગેલો સદ્ કે અસદ્ વિચારોનો પટ જ અંતે માનવીને સ્વર્ગ અને નરકમાં લઈ જાય છે.
૧૧. સંતોષ
મહાલયને સુંદર કહેનારને લોભી ન માનતા; ઝૂંપડાને ભવ્ય કહેનારને સંતોષી ન કલ્પતા. સાચો સંતોષી તો એ છે કે જે મહાલય અને ઝૂંપડાના ભેદને ભૂલીને સંતોષને શ્રેષ્ઠ અને અસંતોષને કનિષ્ઠ માને.
܀
૧૨. આત્મવંચના
આંખમાં આંસુ અને મુખ પર સ્મિત, હૈયામાં વેદના અને શબ્દોમાં રીતે જ આજે માનવીનું જીવન વહી રહ્યું છે. આ તો જાણે ચાંદની અંધકાર વરસાવી રહી છે.
આનંદ
Jain Education International
મધુસંચય * ૫
For Private & Personal Use Only
www.jainelibrary.org