________________
~
કપડવણજની ગૌરવ ગાથા હરિભાઈ આર. ગૌદાની સાહેબ કે જેમને હું કદી ભુલું તેમ નથી. તેમનું સાહિત્ય વાપરવાની સંપૂર્ણ પરવાનગી તેમણે એકભાઈ તરીકે જણાવી મેટું બંધુકૃત્ય કર્યું છે.
સમયના વહેણ સાથે એક સુંદર પુસ્તક “આગમજ્યોતિર્ધર' ભા-૧ પૂ. વિદ્વાન્ મહારાજસાહેબ શ્રી અભયસાગરજી તથા પૂ. શ્રીકંચનસાગરજી મહારાજશ્રીની કૃપાથી પ્રકાશિત થયું. તેમાં મારૂ લખાણ “અવશેષની આરાધના” તથા કપડવણજના ઐતિહાસિક ફેટાઓને સ્થાન આપી તેમણે મારા પર કૃપા કરી છે.
આપણા નગર કપડવણજ' વિશે ગુજરાતની અસ્મિતા” તથા “ભારતીય અસ્મિતા” નામના પુસ્તકમાં તથા કપડવણજ લાયન્સ કલબના સેમિનારમાં પણ જરૂરી નેંધ લેવાઈ છે.
આભાર–મારા આ કાર્યના આરંભમાં સહકાર આપનાર મિત્રો-શ્રી કેશવલાલ રતનચંદ ચોકસી, શ્રીમતલાલ રતનચંદ, શ્રીરમણલાલ સોમાભાઈ દોશી, શ્રી રમણલાલ વાડીલાલ દેવચંદભાઈ પરીખ, શ્રીકસ્તુરભાઈ મણીલાલ ગાંધી (એજીનિયર) તથા શ્રીરસિકલાલ મણિલાલ દેસાઈ તથા સાથે રહીને કપડ઼વણજને કેમેરામાં ઝીલનાર શ્રી જયશંકરભાઈ કેરલાલ ત્રિવેદી, શ્રીચંદુલાલ મથુરભાઈ પંચાલ, શ્રી મહેશભાઈ માધવલાલ ત્રિવેદી, શ્રીનટુભાઈ શાહ અને શ્રીવ્રજલાલ મિસ્ત્રી (ગુજરાતના જાણીતા આટસ્ટ) સહુને પ્રેમથી યાદ કરું છું. શણગાર સજાવનાર વિદ્વાનમિત્ર શ્રી ચીમનલાલ શેઠનો પણ આભાર માનું છું.
વડીલોની મમતાઃ કપડવણજ સેવા સંઘને પરિવાર જ્યારે જ્યારે મળે ત્યારે પૂછે કે હજુ કેટલું બાકી છે ? ખેડુથી જ્યારે આવું ત્યારે વ્યાયામ મંદિરમાં મુ. શ્રી માણેકલાલભાઈ યાદ કરે, કેટલું લખ્યું ? વડીલેની મમતા અને ભાવના યાદ આવે છે.
કીર્તિમાન : તમન્ના હતી. સેવાસંઘની સુવર્ણ જયંતી પ્રસંગે પ્રકાશન કરવાની પણ થઈ શકયું નહિ. પરંતુ “કીર્તિમાળીને ૧૧મી ગાંધી જયંતી દિને ૫૧ દીપકેની દીપમાળથી દેદીપ્યમાન બનાવી શક્યો, તેને આનન્દ છે.
આ કાર્યને પોતાનું સમજી સહકાર આપનાર ગુજરાત પેપર એશિયેશનના પ્રમુખશ્રી અને કપડવણજના દાનવીરેમાંના એક શ્રીવિનોદચંદ્ર શેઠને તથા ન્યુ મેહન પ્રિન્ટર્સના માલિક ભાઈશ્રી હરિવલ્લભાઈ ભોગીલાલ શાહ(ડેમાઈવાળા)ને કેમ ભુલાય?
કેઈ પણ ગામ કે શહેરના ઈતિહાસમાં તે જ ગામના કે શહેરના લાડીલાઓ કે જેમણે ગામ કે શહેરના નવસુર્જનમાં પોતાની શકિત-સંપત્તિ, બુદ્ધિને ઉપયોગ કર્યો તેવા મહાનુભાવોના જીવનની વાતે ખેળવા નો પ્રયાસ કર્યો છે. કે જેથી આવતી કાલની પેઢી તેમાંથી પ્રેરણા લઈ પિતાની શક્તિ-સંપત્તિ-બુદ્ધિ નવસર્જનમાં ખર્ચે. કોઈપણ નાનકડી દીપત અંધકારને પ્રકાશ આપે છે એ ઇતિહાસનું સત્ય છે, જે માનવીને ઉચ્ચસ્થાને લઈ જાય છે.