________________
મારી વાત આવે છે. મારી નેકરી ગામ ખેડુ (જિ. વાંસવાડા) મુકામે થતાં, પાંચ વર્ષ સુધી આ ગ્રંથનું લખાણું કામ બંધ રહ્યું.
જનસેવાના સંચાલકોએ આ કપડળણજની ગૌરવ ગાથાને અવશેષની આરાધના રૂપે જનસેવામાં લેખમાળા છાપવા શરૂ કરી, મારા કાર્યને પ્રત્સાહિત કરી. વેગ આપે. તે સમયના જનસેવા'ના તંત્રી ભાઈ શ્રી શાંતિલાલ કડકીઆને મને સંપૂર્ણ સાથ મળેલ.
અભિપ્રાયે - રાષ્ટ્રપિતા ગાંધીજીનું પૂતળું કયાં મૂકવું તે સ્થળ તથા તે અંગેની વિચારણા માટે કલાગુરૂ શ્રી રવિશંકર રાવળ (પદ્મશ્રી) તથા શ્રીમાન ગીરિશભાઈ કપડ– વણજ પધારેલા ત્યારે આ ગ્રંથની હસ્તપ્રત તથા ફેટાઓનું આલબમ જોઈ તેમની ખુશી વ્યકત કરતે અભિપ્રાય શ્રી મણીલાલ દાણના બગીચામાં બેસીને ભરખી આપલે, તે સ્મરણ આપે છે.
પુસ્તકાલયમાં સાથે બેસી વિચારોની આપ-લે કરનાર મિત્ર ગ્રંથપાલક શ્રીમધુસુદનભાઈ ત્રિવેદી, શ્રી ઈન્દ્રવદન મણિલાલ ત્રિવેદી, શ્રીહરિહરરાય ત્રિવેદી ( તંત્રી આપણું કપડવણજ) અને શ્રીભક્તિપ્રસાદ મતીરામ ત્રિવેદી (પ્રમુખઃ પત્રકાર પરિષદ)ને અમૂલ્ય ફાળે ભુલાય એમ નથી. શ્રીભકિતપ્રસાદભાઈ તથા કપડવણજ તાલુકા વિકાસ અધિકારી સાહેબની સ્નેહભરી મમતાથી નવાણુ પરથી કપડવણજને ઈતિહાસ શરૂ કરવામાં આવેલ. સાથે સાથે ઉત્કંઠેશ્વર મહાદેવનું વર્ણન મહંતશ્રીરામગીરીજીના સ્વમુખે ટેપ કરવામાં આવેલું, જે સાંજે નવાણી દ્વારા પ્રસારિત કરવામાં આવેલ. આ પ્રત વાંચી જરૂરી માર્ગદર્શન આપવા બદલ મારા મુરબ્બીઓ સર્વશ્રી ડે. વાડીલાલ બાપુલાલ દેસાઈ, શંકરલાલ હરજીવનદાસ શાહ, ચંદ્રકાન્ત મણીલાલ પરીખ, નગીનભાઈ વાડીલાલ ગાંધી અને શ્રી ધીરૂભાઈ ઓચ્છવલાલ કાંટાવાળાને અત્યંત ત્રાણું છું.
સમય મળતાં ગુજરાત ઈતિહાસ પરિષદના વિદ્વાનો સંપર્ક થતાં શ્રીચીનુભાઈ જગન્નાથ નાયક સાહેબ(આચાર્ય—એચ. કે. આર્ટસ કોલેજ, અમદાવાદના)ના આદેશ મુજબ પ્રથમ ડે. કાંતિલાલ ફૂલચંદ સોમપુરા સાહેબનાં સૂચને મેળવવા પ્રત વાંચવા આપી. ઉત્સાહી વિદ્વાનશ્રી સોમપુરા સાહેબને સ્વર્ગવાસ થવાથી થોડા સમય બાદ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડેદરા પુરાતત્ત્વ ખાતાના વડા શ્રી ડો. રમણલાલ નાગજીભાઈ મહેતા સાહેબે પ્રત વાંચી ને કરેલી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના વડા શ્રીમાન ઝિયાઉદ્દીન અબ્દુલ હૈ દેસાઈ સાહેબે સારે સહકાર આપેલે. ગુજરાત ઈતિહાસ પરિષદ'ના વિદ્વાન ડે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી સાહેબની મમતા વિસરાય એમ નથી. મારા કેલેજકાળના મિત્ર શ્રી “ચન્દ્ર પરમારને તથા ડો. પ્રે. જુવાનસિંગ પરમારને પણ યાદ કઉ છું. ઈતિહાસ પરિષદના મંત્રી શ્રી કાન્તિલાલ ત્રિપાઠીએ જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે, ગુજરાતના વિદ્વાન સંશોધક ભાઈશ્રી ડે.