________________
જીવનનું કલ્યાણ શેમાં છે એ વિચારવું બહુ અગત્યનું છે. બુદ્ધિનું ખરું ડહાપણ એ પ્રશ્નને રૂડી રીતે ઉકેલવામાં જ છે. જીવનને કલ્યાણમા જે ખરા રૂપમાં સમજે છે તેને દુનિયાભરનાં ધર્મશાસ્ત્રોનું સત્ત્વ મળી ગયું છે. જીવનની આદિ નથી ને અન્ત નથી. પણ અત્યાર સુધીનું આપણું સઘળું જીવન મેહના અંધારામાં જ પસાર થયું છે, બહુવિધ દુખમાં જ વીત્યું છે. કિન્તુ હવે જીવનનું શાશ્વત કલ્યાણ કેમ સધાય એ વિષેને વિચાર કરે ઘટે. વર્તમાન આયુષ્ય જેટલું પુરૂં કરીએ એટલીજ જિન્દગી નથી, એટલું જ જીવન નથી. જીવ અમર એટલે જીવન પણ અમર. એક શરીર છૂટયું કે તરતજ બીજું શરીર વળગે છે. આમ શરીરને વળગાડ જીવને હમેશાંથી ચાલુ છે અને જ્યાં સુધી મેહને વળગાડ રહેશે ત્યાં સુધી તેને વળગાડ રહેવાને. દુખત્પાદક સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com