________________
વગેરે બધી ક્રિયાઓનું ધ્યેય ચિત્તનું શોધન છે. વસ્તુતઃ કર્મકાંડ
એ પોતે ધર્મ નથી, પણ એના દ્વારા ચિત્તનું શેધન કરવું એ ધર્મ છે. જેટલા પ્રમાણમાં એ શેાધન થાય તેટલા પ્રમાણમાં કિયાકાંડની સફલતા અંકાય.
અસાર સંસારમાં સારભૂત તત્ત્વ એ છેઃ પરમાત્મા અને તેની પવિત્ર આજ્ઞા. પરમાત્મા પૂર્ણ પવિત્ર અને મંગલરૂપ છે. અને એથી જ એની પવિત્ર આશાના પાલનમાં જીવનનું કલ્યાણ છે.
પણ સવાલ એ થાય છે કે પરમાત્માને જ જ્યાં પતો નથી, ત્યાં એની આજ્ઞા કે એના ઉપદેશની દિશા કેવી રીતે મેળવવી? મુંઝાઓ નહિ. પરમાત્મા અનાદિકાલથી કોઈ એક સ્વયંસિદ્ધ વ્યક્તિ નથી, પણ પરમાત્મા આધ્યાત્મિક અભ્યાસથી થવાય છે. આધ્યાત્મિક અભ્યાસમાં જે આત્મા પૂર્ણતાને પહોંચે છે તે આત્મા પરમાત્મા (પરમ+આત્મા) બને છે. પરમાત્મપદને કઈ એક વ્યક્તિએ ઈજારી રાખ્યો નથી, પણ જે કોઈ આત્મા એ સનાતન પવિત્ર મંગલ પથ પર ચાલી પિતાની પૂર્ણ શુદ્ધિ સાધે છે તે પરમ સ્થિતિને પ્રાપ્ત થતાં પરમાત્મા બને છે. મૂઢ અવસ્થામાં પડેલે અને એટલા માટે “બહિરાત્મા’ કહેવાતો આત્મા ભદ્રાત્મા, અન્તરાત્મા, સદાત્મા, મહાત્મા અને ગાત્મા થઈ પરમાત્મા બને છે. આ કમે પરમાત્મા બનાય છે. આ ક્રમ પર ચાલીને અસંખ્ય આત્મા પરમાત્મા બની ગયા છે. અને એ બધા ઈશ્વર જ. આ ક્રમે ચાલી પરમાત્મા બનવું એનું નામ જ ઈશ્વર થવું. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com