________________
પ
એકેશ્વરવાદના એકાન્ત આગ્રહુ અસ્થાને છે. આત્મ-સાધના કરતા આત્મા જ્યારે એ સાધનામાં પૂર્ણતાને પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્ણાંલેાકને પ્રાપ્ત થતાં પરમાત્મા અને છે. એ પરમાત્મા શરીરધારી સ્થિતિમાં સાકાર પરમાત્મા કહેવાય છે; અને પછી-શરીરયાગ પૂરા થતાં એ નિરાકાર પરમાત્મા. શરીરયેાગ છુટતાં પરમાત્મા અનન્ત નિરાકાર પરમાત્મત્યેાતિમાં મળી જાય છે—યાતિમાં ન્યાતિ મળી જાય છે. આમ અનન્ત પરમાત્માએ દૂધમાં દૂધ મળી તૈય તેમ મળી ગયેલા હૈાવાથી તેમને એક ઇશ્વર તરીકે વ્યવહાર ખુશીથી કરી શકાય છે. અને આ રીતે એકેશ્વરવાદને પણ ઘટાવી શકાય છે.
'
પણ જગત્-પ્રપંચમાં પરમાત્મા ઇશ્વરને હાથ નથી, એ આપણે સમજી જવું જોઇએ. પેાતપેાતાનાં કર્યાં અનુસારે પ્રાણીએ સુખી-દુ:ખી થાય છે, પાતપેાતાનાં કર્મોના સંસ્કારા પ્રમાણે બુદ્ધિભેદને પ્રાપ્ત કરે છે. આમ કચક્રના નિયમ પર ચાલતા-ચાલી રહેલા જગમાં ઇશ્વરની કશીજ દખલગીરી નથી. જગત દુઃખઅહુલ અને પાપમહુલ છે એ સ્પષ્ટ દેખાય છે. આવું જગત્ ઇશ્વરની કૃતિ હેાય ? જગત્ની ઘટનાઓને ઇશ્વરપ્રેરિત માનતાં ચારી, હત્યા, વ્યભિચાર, અનાચાર, લૂંટફાટ, ખુનામરકી બધુંચે ઇશ્વરપ્રેરિત થઇ પડે! અને ઇશ્વરથી પ્રેરાઈને અનાચાર-દુરાચાર કરનાર પાછા ઇશ્વરના ગુન્હેગાર અને, ઇશ્વરની સજાને પાત્ર અને એ કેવા ન્યાય? પ્રાણીની બુદ્ધિ ઇશ્વરદત્ત હાય તા એણે સારી જ બુદ્ધિ ચૈાજેલી હાવી જોઇએ; પછી એમાં વૈચિત્ર્યપૂર્ણ ફેરફાર કેમ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com