________________
૩૪
પૂર્ણ વિશગ, અહિંસક, સમુદ્ર ની
કયારે થાશુ પૂર્ણ બ્રહ્મમાં મગ્નજો ? સુપ્રભાતના તે નિ૦ ૫ ( લેખક )
આ અમૃત ભાવના છે. એમાં રમણુ કરનાર જ સાચા મહાભાગ છે. એ જ ધાર્મિક છે, ધાર્મિક બની શકે છે, પેાતાની ધાર્મિકતાને ખિલવી શકે છે, ઉત્તમેાત્તમ ધાર્મિક બની શકે છે અને મુક્તિનાં કપાટ ખાલી શકે છે.
દુન્યવી (ભૌતિક) પદાર્થોના સંચાગ ક્ષણભંગુર છે, નશ્વર તેા છે જ. સુખને માટે એમાં ફાંફાં મારવાં એ અજ્ઞાન ચેષ્ટા છે. એકની એક ચીજ એક વખતે રાચક લાગે છે અને બીજી વખતે અરેચક થઇ પડે છે. ખાહ્ય વસ્તુમાં સુખ નથી, સુખ-દુઃખકલ્પનાએની પ્રસવભૂમિ આપણી વિચિત્ર મનેાવૃત્તિ જ છે. વાસ્તવિક સુખ જીવનની પવિત્રતામાં છે, પવિત્ર આત્માની નિર્મલ જીવનચર્ચામાં છે, મેહના ચેનચાળા વગરનું શુદ્ધ સદાચરણી જીવન જીવવામાં છે. અનિયત્રિત માનસ વૈભવના પથારા ગમે તેટલા વધતા જાય પણ ધરાતું નથી, જ્યારે સંયમપૂત સુજ્ઞ માનસને વીતરાગ સ્થિતિ મજાની લાગે છે. એને ભાગ રાગરૂપ ભાસે છે અને એકાકી નિર્ધન સ્થિતિમાં પણ એ ઉમદા વિહારના અલૌકિક આનન્દમાં રમતું હોય છે.
વિષયાનન્દ એ શુ સાચા આનન્દ છે? એ ક્ષણિક નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com