________________
છે. વસ્તુસ્થિતિ હોય છે બીજી અને માણસ જુએ છેબીજું, માની લે છે બીજું. આમ દષ્ટિદોષવાળાં પ્રત્યક્ષ ખાટાં હોય છે, તે ઉડતીસાંભળેલી વાત ઉપર ભોંસે મૂકાય? એવી વાત એકદમ માની લેવાય? માણસમાં કઈ એવી કુરુચિ પડી ગયેલી હોય છે કે ઉડેલી વાતમાં પિતાને સૂર પૂરી એને પુષ્ટ બનાવે છે, એમ કરવામાં એને રસ પડે છે. આ સજનતા નથી. નીચ વિધીઓ પણ ઘણુ વખત નાપાયાદાર વાત ઉડાવી અથવા રજનું ગજ કરી ભલા માણસને ઉતારી પાડવાના અધમ યત્ન કરે છે. દુનિયાની વિચિત્ર જીભે દુરાત્મા, મહાત્મામાં ખપવા લાગે છે અને મહાત્મા દુરાત્મા બોલાય છે. દુનિયા દોરંગી, એટલે એના રંગનું શું ઠેકાણું? મેટા કહેવાતાઓના મઢેથી વાત નિકળી, માટે સાચી હોય એમ પણ માની લેવાનું નથી નામાંકિત મેટા પણ અન્ડરખાનેથી કેવા ખોટા હોય છે એનાં ઉદાહરણો શું ઓછાં ભજવાય છે? સાચું હશે તે સનાં શિંગડાં ભેંસને ભારે” સમજી એવા કાદવથી પિતાને નિર્લેપ રાખવા સાવધ રહેવું જોઈએ. “કરો તે ભરશે” એમ સમજી માણસ એવી વાતને ન ચોળતાં ગંભીર રહે, એ તરફ ઉદાસીન રહે તો કેવું સારું?
માણસ માત્ર અપૂર્ણ છે, દેષિત છે, જીવન ખામીવાળું છે, પછી કોની કોની બેદણ કરતા ફરશું? ખેદણુની દષ્ટિ રાખી તે એનો છેડે નહિ આવે, અને જિન્દગી એમાં જ ખદબદતી જશે; બીજાની ખણખોદમાં પિતાની જિન્દગી ખેરાઈ જશે અને ભૂંડે હાલે મરી દુર્ગતિમાં પડવું પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com