________________
૫૪
એ કયાંનું ડહાપણ? દોષથી દેષ ખખેરાશે? દ્વેષથી દ્વેષ મટશે? આગથી આગ હેાલવાશે ? નહિ, નહિ, નહિ. માલિન્યને ધાવા માટે પાવિત્ર્ય, અજ્ઞાનને નાબૂદ કરવા જ્ઞાન, અનાચારને કાઢવા સદાચરણુ અને ઇર્ષ્યા, દ્વેષ, ક્રોધ, મત્સરને શમાવવા પ્રેમ, મૈત્રી, મૃદુતા, ક્ષમા, નમ્રતા, ગ′ભીરતા, સહિષ્ણુતા જોઇએ. આ જ ગુણાથી એ દાષાના ઇલાજ થઇ શકે. વેરથી તેા વેર વધે. દુન પ્રત્યે પણ દુષ્ટતા ન રાખતાં એનાથી છેટા રહીએ. માણસમાં જેવી બુદ્ધિ હોય તેમ તે વર્તે, માટે વેરઝેર જે આત્માને દુર્ગતિમાં ધકેલનારુ' મહાપાપ છે, કાઇના પ્રત્યે ન રાખીએ.
હવે કેવા આંધળા સજ્જન છે? આંખથી આંધળા? નહિ. પરસ્ત્રીને પુરી નજરથી જોવામાં જે આંધળા છે તે સજ્જન છે. (સ્ત્રી માટે પણ ઉલટી રીતે સમજી લેવું.) કામાન્ય માટે તા કહ્યું છે—
''
" दिवा पश्यति नोलूकः काको नक्तं न पश्यति ।
""
अपूर्वः कोऽपि कामान्धो दिवा नक्तं न पश्यति ॥
અર્થાત્– ઘુવડ દિવસે જોતું નથી અને કાગડા રાતના જોતા નથી, પણ કામાન્ય માણસ તે ન જુએ દિવસે કે ન જુએ રાત્રે.
સીતાની શેાધમાં જ્યારે કંઇક આભૂષણા સુગ્રીવને પ્રાપ્ત થયાં અને તે રામને બતાવે છે ત્યારે રામચન્દ્ર લક્ષ્મણને કહે છે: લક્ષ્મણ, જો તા આ આભૂષણ સીતાનાં તે નથી? ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે—
" कुंडले नाभिजानामि नाभिजानामि कंकणे ।
नूपुरे त्वभिजानामि नित्यं पादाब्जवन्दनात् ॥ "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com