________________
હવે કે પાંગળો સર્જન છે? બીજાના ધનનું હરણ–અપહરણ કરકરવામાં જે પાંગળો છે, જેનું દ્રપાર્જન ન્યાયપૂત છે તે સન છે.
આમ કેવો મુંગે, કે આંધળો અને કે પાંગળો સજન છે તે આપણે જોયું.
હવે નીચ વૃત્તિના માણસને ધિક્કારતે નીચે કલેક ધ્યાન આપવા જેવો છે–
" हस्तौ दानविवर्जितौ श्रुतिपुटौ सारश्रुतिद्रोहिणी नेत्रे साधुविलोकनेन रहिते पादौ न तीथं गतौ । अन्यायार्जितवित्तपूर्णमुदरं गर्वेण तुंगं शिरो रे रे जम्बुक! मुंच मुंच सहसा नीचस्य निन्धं वपुः ॥"
એક શિયાળ એક માણસના મડદાને ખાવા આવે છે, એટલામાં કઈ સાધુ ત્યાંથી પસાર થાય છે. સાધુ એ શિયાળને કહે છેઃ હે શિયાળ ! આ મડદાને છોડી દે! છોડી દે! શિયાળ કહે છે. મહારાજ! હું બહુ ભુખ્યો છું, અને મારું ભક્ષ્ય મને મળ્યું છે, માટે કૃપા કરી મને ખાવા દો. મહારાજ કહે છે ભાઈ, આ નીચ માણસનું શવ છે, માટે ખાવાલાયક નથી. શિયાળ કહે છેઃ બધું નહિ ખાઉં, ફક્ત એના હાથ ખાઈ ચાલ્યા જઈશ. સાધુ કહે છે. એના હાથ નથી સારા. એણે પિતાના હાથે દાન આપ્યું નથી. બીજાનું ઉઠાવવામાંજ, તફડાવવામાં જ સમજો. એણે ગરીબ માણસ અને પશુઓને મારવામાં, ઝુડવામાં, પીટવામાં, રંજાડવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com