________________
૪
અર્થાત્—કાન પર બેઠેલી કલમ કહે છે: હું ભાગ્યશાલિન્! તારા કાનમાં સાચેસાચી શિખામણની વાત કરુ છું. સાંભળ! સત્ ક્ષેત્રમાં–લેાકેાપકારના સત્ કાર્ય માં રૂડુ દાન કર; શત્રુ અને મિત્ર બન્નેના ઉપકાર કર; દુશ્મનને પણુ એનુ ભલુ થાય એવી સલાહ આપ, એના પ્રત્યે વેર ન રાખતાં એનું પણ ભલુ' ચિંતવ; અન્ધુવર્ગ સાથે સૌજન્યથી ચાલ; તારુ આત્મહિત સાધવા તરફ ધ્યાન આપ; અને તારા માલિકનુ કાર્ય ખરાખર અજાવ. ખસ, આટલુંજ મારે કહેવાનુ છે. મારી આટલી શિખામણ જો માનીશ તે તું સુખી થઇશ. અને જો નહિ માને તા યાદ રાખ કે તારા અધિકાર નષ્ટ થતાં, જેવું મારું માઠુ છે તેવું તારું માઢું થઇ જરો ! કલમનુ મેહુ કેવુ છે? એણે નાક કપાવીને પેાતાનુ માઠું કાળુ કર્યું છે!
ગાંધીજીના માટીના વાનરાનાં સૂચન છે કે—
ભુંડુ કશુજીએ નહિ,
ભુંડુ' સાંભળેા નહિ અને ભુંડ મેલે નહિ.
મનુષ્યનું ઉચ્ચપણું જાતિ-કુલથી નથી, પણ ગુણાથી–સત્ય થી છે. ભ'ગી—ચમાર પણ ગુણવાન હોય, સત્કર્મ શાલી હોય તા ઉચ્ચ છે, જ્યારે બ્રાહ્મણ દુરાચરણી હોય તેા નીચ છે. જાતિને લીધે કાઇને ઉચ્ચ માનવાના નથી. કાઇ જાતિએ ઉચ્ચતાને ઇજારા રાખ્યા નથી, રાખી શકે જ નહિ.
મહાભારત ચાખ્ખું કહે છે—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com