Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 80
________________ * દીન-હીન, નિરાધાર, પીડિત, રાગી, અપંગ અને લયાક્રાન્ત તથા આપત્તિગ્રસ્ત એવા દયાપાત્રાની ખબર લેવી બહુ જરૂરી છે. એવા દુખિયાઓને ઉપયાગી દાન કરી એમની આંતરડી ઠારવી એ અનુકમ્પાદાન બહુ જરૂરનું છે, યાગ્ય છે અને કલ્યાણકારક છે, પણ આચારહીન મુશ્ટડાઓને દાન આપી ઉત્તેજિત કરવા અને તે પણ ધર્મના નામ નીચે એ અનુચિત છે, હાનિકર છે, અધમ્ય છે. ધર્મના ચાર પાયાઃ દાન, શીલ, તપ અને ભાવ. દાનનાં સ્થાન એ-ગુણી અને દુઃખી. દાન ધનની સગવડ હાય તા ધનથી થાય; સિવાય પેાતાના શરીરથી, જાતમહેનતથી ખીજાના હિત– સાધનમાં ઉપયાગી થવું એ પણ દાન છે. વાણીથી બીજાને આશ્વાસન આપવું, સાચી સારી સલાહ કે શિખામણ આપવી, મિષ્ટ વાણીથી સામાને સન્તેષ પહેાંચાડવા એ પણ દાન છે. અરે ! મનમાં કોઇને માટે ખુરા વિચાર ન કરવા, પરાપકારની શુભ ભાવના રાખવી અને ખીજાનું શુભ ચિંતવું એ પણ દાન છે. આમ મનસા, વચસા, ક ણા ગરીબ માણસ પણ દાન કરી શકે છે-દાનધર્મ ના લ્હાવા લઇ શકે છે. “ કૃત્તિવાન અ ૌન્તેય! મા પ્રચક્કેશ્વરે ધનમ્ ।” —રિદ્રોને પાષ, હટ્ટાકટ્ટાઓને આપ નહિ~એ ગીતાની શિખામણ ધ્યાનમાં રાખવાની છે. બીજી શીલ એટલે સદાચરણુ. ત્રીજી તપ. સ્વાદેન્દ્રિયને જીતવાના પ્રયત્ન એ તપના સંકુચિત પણ મુદ્દાના અર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120