________________
નથી. કેઈ એનાં ભક્તિભજન કરે કે કોઈ એની નિન્દા કરે એથી એ એમની ઉપર ખુશ–નાખુશ થતું નથી. જે એ ખુશ-નાખુશ થાય–કોઈને બક્ષીશ આપે અને કેઈને ફટકારે તે સાધારણુ કેટીને માણસ ઠરે, દુનિયાના શક્તિશાળી રાજાઓની હરલથી ઉંચો ઉઠેલો ન ગણાય. એક વખતે જે ખુશ થાય તે બીજી વખતે નાખુશ પણ થવાનો. માટે એવો રાગદ્વેષવાળ આત્મા પરમાત્મા ન હોઈ શકે. સ્વર્ગ-નરક કે સુખ-દુખ આપવાનું એના હાથમાં નથી. પાપ કરીને આજીજી કરનારનાં પાપને માફ કરવાની એનામાં સત્તા નથી. હા, આત્મપ્રસાદક એવાં એનાં ભજનકીર્તનથી પુણ્યસંસ્કાર જે અર્જિત થાય છે તે જરૂર શુભકારક છે, કલ્યાણકારક છે. પણ એ શુભ-એ પ્રેમ કે શ્રેય પિતાના પ્રયત્નથી સધાયેલું છે, એનું આપેલ નથી. ભકિતભાવે અથવા આલંબનની દષ્ટિએ એને પ્રાજક ભલે એને માનીએ, પણ એ વાસ્તવિક સત્ય ન ગણાય. છતાં એના ભક્તિભજનની ઉપયોગિતા કે આવશ્યક્તા જરાય ઓછી થઈ શકતી નથી એ ધ્યાનમાં રાખવું જોઈએ. નિઃસહ–
" सारमेतन्मया लब्धं श्रुतामधेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानन्दसम्पदाम् ॥"
એનો સદુપદેશ ગ્રહણ કરી તરી જવાય છે, માટે એ (પૂર્ણ સમભાવી વીતરાગ છતાં) જગતને હોટ તારક છે, મહીટ આધાર છે, મહટે કલ્યાણકારક છે, સાચો વિશ્વબધુ છે.
એને નામ નહિ, પણ કામ વહાલું છે, અર્થાત કોઈ એનું નામ છે એ કરતાં એનું કામ કરે (એને સદુપદેશ પ્રમાણે વર્તે) એને એ અધિક મહત્વનું ગણે છે. પ્રાણીને ઉદ્ધાર એનાં કર્મ (સત)થી જ છે. ભગવદભજન પણ કર્મ સુધારવા માટે જ છે. આ મુદ્દાની વાત આપણે ધ્યાનમાં લઈએ તે બસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com