________________
અર્થાત હું નથી જાણતે કુંડલ, કે નથી જાણતા કંકણું, પણ ફક્ત એ મહાદેવીનાં ચરણેને વન્દન કરતો એથી એમનાં ઝાંઝર ઓળખી શકું છું.
લક્ષ્મણનું કેવું બ્રહ્મચર્ય! મેઘનાદનો વધ કરવાનો યશ એ મહાપુરુષને ફાળે જાય છે, અને તે એમના ચૌદ વર્ષના અખંડ બ્રહ્મચર્યનો પ્રતાપ છે. રાવણને શિરછેદક પણ, જેન કથામાં લક્ષ્મણ છે.
બલવાન અને આરેગ્યવાન બનવું હોય, બુદ્ધિશાળી અને પ્રભાવશાળી બનવું હોય, સુખી અને આનન્દી બનવું હોય, યશસ્વી અને તેજસ્વી બનવું હોય, અને ભાગ્યનું પાનું ઉઘાડવું હોય તો બ્રહ્મચર્યનું પ્રમાણ જેટલું વધારાય તેટલું વધારવું જોઈએ. એનું પાલન જેટલું વધારે હશે, જીવન તેટલું સુખી, સુન્દર અને સરસ થશે. મહાભારત કહે છે–
__“ ज्ञानं शौर्य महः सर्व ब्रह्मचर्ये प्रतिष्ठितम् । " જીવનના આધારભૂત વીર્યને માણસ જેટલો નાશ કરે છે તેટલે જ તે દુઃખી થાય છે-શરીરથી અને બહારથી. બલ, બુદ્ધિ અને એજિસ્ વીર્ય–બલ પર આશ્રિત છે. એને ઘાણ વાળવાથી માણસ અનેક રોગોને નોતરે છે, નિર્બલ અને નિસ્તેજ બને છે, એની બુદ્ધિ તથા સ્મરણશક્તિ યુઠિત બને છે, માનસિક વ્યથા અને ઉદ્વેગથી એ હમેશાં ઘેરાયેલો રહે છે અને યશકીર્તિ એનાથી રીસાઈ જાય છે. સ્થળે સ્થળે એને અપમાનિત સ્થિતિ ભોગવવી પડે છે. સરવાળે એનું જીવન નીરસ અને ગ્લાનિપૂર્ણ બની જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com