________________
સન્તાપથી સંવલિત નથી? પરિણામે વિરસ નથી? સમજી જ રાખવું જોઈએ કે એ શુદ્ર આનન્દ રાગદ્વેષની સંસ્કારપરંપરાને જન્માવી, પિષી દુ:ખનાં મૂળને વધુ ને વધુ પલ્ફવિત કરે છે. આવા આનન્દની પાછળ લોભાવું એને જ્ઞાનીઓ ડહાપણમાં નથી ગણતા. ધન કે કુટુમ્બ, જે પિતાનું નથી, તેમાં આ જીવ મમત્વ કરી બેઠે છે, અને આત્માનું ચિદાનન્દતત્વ જે પિતાનું રૂપ છે તેને ભૂલી ગયો છે. કેવું અજ્ઞાન!
અજ્ઞાનને લીધે તૃષ્ણારૂપ મેલનાં થર મન પર જે બાઝેલાં છે, એ જ મનને વિકલ્પોની હવામાં ધૂમતું રાખે છે, એ જ એને સન્તાપમાં રાખે છે, એ જ એને ઉદ્વિગ્ન બનાવે છે અને એ જ આડાઅવળા વિચારેને ધુમાડે ફેલાવી એને ગુંગળાવી મારે છે. એ થર જ દુઃખનાં મૂળ છે. વિવેકદ્રષ્ટિથી એ થરને સાફ કરવામાં આવે ત્યારે જ મનની અશાન્તિ દૂર થાય; કેમકે ત્યારે વિકપની કનડગત એને નથી રહેતી, અથવા એમના હલ્લાનો સામનો કરવા જેટલું એ શક્તિશાળી બને છે; પ્રતિકુલ પરિસ્થિતિ વચ્ચે પણ એને (પ્રતિકૂલ પરિસ્થિતિનો) યોગ્ય અર્થ બેસાડવા શક્તિમાન હોવાથી એ મુંઝવણમાં નંખાતું નથી, શુદ્ધ વિવેકે બક્ષેલ સમાધિ-મન્ટના બલથી એને પ્રસન્નતા સુલભ બની જાય છે.
મહતૃષ્ણા પૂરી થતી જ નથી. માણસ એને જેમ જેમ તૃપ્ત કરે છે, કરવા મથે છે, તેમ તેમ તે વધુ ને વધુ ભભૂકતી જાય છે. એક તરફની ઈચ્છા શાન્ત થાય છે તો બીજી તરફની જાગરિત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com