________________
“વિષપાન શાયશ્ચિત્ત વિષપુ વિકસે .”
અર્થાત–વિષયચિન્તનમાં રમતું મન વિષયમાં આસક્ત બને છે. વિષયચિન્તન એવી કોઈ લપસણી ભૂમિ છે કે ત્યાંથી માણસ જે બલ કરી ખસે નહિ તે તેનું પતન થાય છે, અને વધુ ને વધુ પડતું જાય છે. માટે દુષ્ટ કે મેલા વિચારોથી બહુ જ સાવધ રહેવાનું છે. માણસને ખરે દુશ્મન-કટ્ટામાં કટ્ટો દુશમન એના અધમ વિચારે જ છે. એને જે જીતે છે તે જ ખરે વિજેતા છે
__ मनोविजेता जगतो विजेता. એ વિજેતાને ભગવદગીતાએ (બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ કહી વર્ણવ્યો છે. જુઓ!
प्रजहाति यदा कामान् सर्वान् पार्थ! मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रशस्तदोच्यते ॥
–હે અર્જુન! જ્યારે સાધક સ્વમને ગત સઘળા કામને દૂર કરે છે અને પોતે પોતાના આત્મામાં જ સન્તુષ્ટ બની રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितप्रशस्तदोच्यते ॥
– દુર આવતાં જેનું મન ઉદ્વેગમાં નંખાતું નથી અને સુખ વિષે જે નિસ્પૃહ છે એ મહાત્મા કે જેણે રાગ, ભય અને કોને ફગાવી દીધા છે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com