________________
આત્મરક્ષા અથવા પરોપકાર માટે કદાચ યુક્તિ-પ્રયુક્તિ રચવી પડે-માયાપ્રયોગ કરવો પડે એ જુદી વાત છે. કટેકટીના વિષમ સાગમાં એ કર્તવ્યરૂપ પણ થઈ પડે. પણ બીનગુન્હેગારને હેરાન કરે, માયાપ્રગથી કઈને ઠગ, વ્યાપારધંધામાં અનીતિ ચલાવવી, કાવાદાવાથી કેઈનું તફડાવવું, ઊંધું ઉધું સમજાવી કેઈને છેતર, વિશ્વાસમાં લઈને કોઈને નુકશાનમાં ઉતારવો, ચાલાકીથી કેઈનું પડાવવું-કેઈને ધુત-કેઈનું બગાવુંકેઈને ઈજા પહોંચાડવી આ બધું મેલું આચરણ બહુ પાપરૂપ છે અને પરિણામે આત્માને દુઃખરૂપ છે એ સમજી રાખવું જોઇએ. જીવનનો મંગલભૂત મા સત્યપાસક અને ન્યાયશીલ બનવું એ છે. એ જ સુખ-શાન્તિને નિષ્કટક માર્ગ છે. એ જ એક્ષસાધનને કે ધર્મપોથીને પહેલો પાઠ છે.
લોભ ગૃહસ્થને હાય જ, પણ એ જ્યારે મર્યાદા મૂકે છે ત્યારે આત્માને અધોગતિમાં પટકે છે. ઉદ્યોગ દ્વારા સ્વાવલંબી બનવું એ તે ગૃહસ્થનું કર્તવ્ય છે, કર્તવ્ય જ નહિ, ભૂષણરૂપ પણ છે.
જરૂરીઆતના પ્રમાણમાં ઈચ્છા થવી અને એને પહોંચી વળવા પ્રયત્ન કરે એ કંઈ “ભમાં ગણાતું નથી. પણ જ્યારે જરૂરીઆત ઉપરાંત વધારે ઉપાધિ માટે ફાંફાં મારવામાં આવે છે, ત્યારે એ લેભની ચેષ્ટામાં જાય છે, અને ત્યારે માણસનાં પાપાચરણ વધી પડે છે. ઉશૃંખલ લાભના ચંગુલમાં ફસાયેલા કેવા નરાધમ બને છે અને કેવાં કાળાં કામ કરે છે એનાં ઉદાહરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com