________________
'भवन्ति नम्रास्तरवः फलोद्गमैः' અર્થા- વૃક્ષ ફલેગમ થતાં નમ્ર બને છે, તેમ ધન, વિદ્યા, અધિકાર કે સત્તા જેમ જેમ વધે તેમ તેમ નમ્ર બનવું જોઈએ. નમ્રતામાં પ્રભુતા છે. “નમે તે પ્રભુને ગમે” એક એકથી અધિક દુનિયામાં પડયા છે, પછી ગર્વ શાને? અને સર્વોત્કૃષ્ટ મહિમશાલી મહાપુરુષે પણ અહંકારથી પૃષ્ટ થતા નથી, પછી આપણને લેશ પણ અહંકાર રાખે છાજે? પિતાથી ઉપરવાળાને જુએ તે મદાન્તને મદ ગળી જતાં વાર ન લાગે લોકપ્રિય વસ્તુ નમ્રતા છે. એમાં સુખ છે, શાતિ છે, જ્યારે અહંકારી ઉપર આંખને અણગમે આવે છે. ગરીબની પણ નમ્રતા મીઠી લાગે છે, તે વૈભવશાલીની નમ્રતા કેટલી મીઠાશ આપે? નમ્રતાથી ઉન્નતિ-સાધનને માર્ગ ખુલ્લો રહે છે, જ્યારે અહંકાર ઉન્નતિને રૂંધવાનું કામ બજાવે છે. વર્તનમાં શિષ્ટતા, આચરણમાં સભ્યતા, વાણીમાં મૃદુતા અને ચહેરા પર પ્રસન્નતા એ જીવનરસની મને રમ માધુરી છે. આ માધુરી મદ-ભુજંગમના આક્રમણથી બગડવા ન પામે એનું ધ્યાન રાખવું ઘટે.
માયાચરણ કરી માણસ ભલે તાત્કાલિક સ્થલ લાભ મેળવી લેવા પામતા હોય, પણ પોતાના આત્મપ્રાણને નિર્બલ બનાવે છે. વ્યાપાર-ધંધામાં, વ્યવહારમાં અને દરેક કાર્યમાં પ્રામાણિક રહેવું એ જીવનસાધનનું પહેલું સૂત્ર છે. પ્રામાણિક જીવનમાં જે શાન્તિ, સુખ અને એ જ છે, તે લુચ્ચાઈમાં નથી. લુચ્ચે માણસ આખરે પડે છે, આખરે એના બાર વાગે છે અને બુરી હાલતે મરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com