Book Title: Kalyansadhan Digdarshan
Author(s): Nyayavijay
Publisher: Jain Pustakalay

View full book text
Previous | Next

Page 57
________________ પછી રડયે શું થાય? માણસ આવાં અવિચારિત કામ આવેશમાં આવી ઉતાવળથી કરી બેસે છે. કેઈની કહેલી વાતને માની લઈ પિતાની સ્ત્રીને ઝુડવા મંડે છે. કોઈની વાતમાં આવી પિતાના સ્વજન સાથે ઝઘડવા લાગે છે. પુરતે વિચાર કર્યા વગર આવેશમાં આવી આવાં અનેક જાતનાં ઉતાવળાં કામ માણસ કરી બેસે છે અને પછી ભારે અનર્થમાં આવી પડે છે. આંખે જોયેલું પણ (દષ્ટિદષવાળું હોવાથી) જુઠું નિકળે છે, તે કેઈની વાતને સાંભળી તેના ઉપર એકદમ ભરેસે કરી લે અને તરતજ “એક ઘા ને બે કટકા કરી બેસવા એ અત્યન્ત ધિકકારવા લાયક બેવકૂફી છે. વિચાર કર્યા વગર આવેશમાં આવી એકદમ ઉતાવળું પગલું ભરવું અને પછી એના અનર્થ પરિણામ પર પોક મૂકવી એના કરતાં પહેલાં જ ધીરજથી વિચાર કરવામાં આવે, શાન્ત ચિત્તે પુરતી તપાસ કરવામાં આવે તો કેવું સારું? પાછળથી ડહાપણ આવે એ શા કામનું ? ગમે તેવી વિપરીત ધારણ થઈ આવે, છતાં ધીરજ રાખી માણસ એ વાતને કાલાપમાં નાંખી દે તો ચઢેલા વંટોળમાં ઘણે પલટ આવી જાય, ગુસ્સો પણ બેસી જાય અને વાત જે ખાટી નિકળે તો “હાશ! પ્રભુએ. મને ભૂખ કરતાં ઠીક બચાવી લીધો!” એમ પ્રભુનો પાડ માને વાત ખરી હશે તે એ ઉપર કરવું હોય તે માણસ ઢીલમાં નાંખી મેડ પણ કરી શકે છે, પછી શા માટે જલદી કરે છે? શા માટે ઉતાવળે થાય છે? શા માટે પોતાના ઉકળાટને દબાવી સમુચિત વિચાર અને તપાસ કરવા થોભતો નથી? તેલ જેવું, તેલની ધાર જેવી.” “ઉતાવળા સો બાવરા.” એક સન્ત કહે છે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120