________________
પછી રડયે શું થાય? માણસ આવાં અવિચારિત કામ આવેશમાં આવી ઉતાવળથી કરી બેસે છે. કેઈની કહેલી વાતને માની લઈ પિતાની સ્ત્રીને ઝુડવા મંડે છે. કોઈની વાતમાં આવી પિતાના સ્વજન સાથે ઝઘડવા લાગે છે. પુરતે વિચાર કર્યા વગર આવેશમાં આવી આવાં અનેક જાતનાં ઉતાવળાં કામ માણસ કરી બેસે છે અને પછી ભારે અનર્થમાં આવી પડે છે. આંખે જોયેલું પણ (દષ્ટિદષવાળું હોવાથી) જુઠું નિકળે છે, તે કેઈની વાતને સાંભળી તેના ઉપર એકદમ ભરેસે કરી લે અને તરતજ “એક ઘા ને બે કટકા કરી બેસવા એ અત્યન્ત ધિકકારવા લાયક બેવકૂફી છે. વિચાર કર્યા વગર આવેશમાં આવી એકદમ ઉતાવળું પગલું ભરવું અને પછી એના અનર્થ પરિણામ પર પોક મૂકવી એના કરતાં પહેલાં જ ધીરજથી વિચાર કરવામાં આવે, શાન્ત ચિત્તે પુરતી તપાસ કરવામાં આવે તો કેવું સારું? પાછળથી ડહાપણ આવે એ શા કામનું ? ગમે તેવી વિપરીત ધારણ થઈ આવે, છતાં ધીરજ રાખી માણસ એ વાતને કાલાપમાં નાંખી દે તો ચઢેલા વંટોળમાં ઘણે પલટ આવી જાય, ગુસ્સો પણ બેસી જાય અને વાત જે ખાટી નિકળે તો “હાશ! પ્રભુએ. મને ભૂખ કરતાં ઠીક બચાવી લીધો!” એમ પ્રભુનો પાડ માને વાત ખરી હશે તે એ ઉપર કરવું હોય તે માણસ ઢીલમાં નાંખી મેડ પણ કરી શકે છે, પછી શા માટે જલદી કરે છે? શા માટે ઉતાવળે થાય છે? શા માટે પોતાના ઉકળાટને દબાવી સમુચિત વિચાર અને તપાસ કરવા થોભતો નથી?
તેલ જેવું, તેલની ધાર જેવી.” “ઉતાવળા સો બાવરા.” એક સન્ત કહે છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com