________________
૩૭
તરફનું આકર્ષણ ન થાય, પણ અભ્યાસકની વાત નાખી છે, તેનુ સ્થિર થયેલું પણ મન વિષયજનિત આકર્ષણથી ફરી પાછું ક્ષુબ્ધ થઈ જવાના સંભવ રહે છે. માટે જ વિષ્ણુપુરાણમાં કહ્યું છે—
..
शब्दादिष्वनुरक्तानि निगृह्याक्षाणि योगवित् । कुर्याश्चित्तानुकारीणि प्रत्याहारपरायणः ॥
""
અર્થાત્—વિષયાનુરક્ત ઇન્દ્રિયોને કાબૂમાં લઇ શાન્ત ચિત્તમાં જોડી દેવી, ચિત્તની શાન્ત દશામાં પણ ભટકવા ન દેવી.
મનની પવિત્રતાને જાળવી રાખવા ઇન્દ્રિયાને કાબૂમાં રાખવી જરૂરની છે. ઇન્દ્રિયાને કામાં રાખતાં પણ મન ચકડાળે ચઢે છે, પણ એથી હતાશ થવાનું નથી. ઇન્દ્રિયાના સહકાર વગર મન ચકડાળે ચઢી ચઢીને કયાં સુધી ચઢવાનું હતું? દાડી ઢાડીને કયાં સુધી ઘેાડી શકવાનું હતું? ઇન્દ્રિયા સહકાર નહિ આપે તે મન દોડીને દોડીને આખરે એની મેળે શાન્ત પડી જશે. માટે પ્રથમત: મનને સુધારવાની સખ્ત જરૂર છે, પણ એ કાર્યક્રમ બહુ વિશાલ છે, માટે ઇન્દ્રિયનિગ્રહ સારુ મનના પૂર્ણ સંયમન સુધી વાટ જોવાની નથી. મનનું પૂર્ણ સંયમન સિદ્ધ થયા પછી તા ઇન્દ્રિયનિગ્રહના પ્રશ્ન જ રહેતા નથી. મનના સયમન માટેતે ઇન્દ્રિયસંયમન છે. મનનું શેાધન થતું રહેશે, પણ ઇન્દ્રિયાને તા પહેલેથી જ કાબૂમાં લેવાની જરૂર છે. મનનું ચાંચલ્ય હજી મટતુ નથી, માટે ઇન્દ્રિયાને નિયમનમાં રાખવી નકામી છે એમ સમજવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com