________________
૩૨
इन्द्रियार्थविलासाय न जातं तव जन्मना । विकासयितुमात्मानं त्वमत्राऽऽगतवानसि ।
(લેખક)
–વિષયવિલાસ માટે તારે જન્મ નથી થયે. આત્માને વિકાસ કરવા સારુ તું અહીં આવ્યે છે એ સમજી જા !
કામચેષ્ટામાં તે જગતના નાના–મેટા તમામ પ્રાણીઓ ડબેલા પડયા છે. માનવ પણ એમ-બીજા પ્રાણીઓની જેમ-અન્ધકાર માં પડી રહે તે પછી એની માનવ તરીકેની વિશેષતા શી? એ અહીં આવ્યા છે મનનપૂર્વક સન્માર્ગે ચઢવા સારુ. પિતાનું એ કર્તવ્ય ભૂલી જઈ આડે રસ્તે ઉતરી પડવું એને છાજે? ચૈતન્યસ્વરૂપને ભૂલી જઈ મેહમાયામાં લપટાઈ જવું એમાં એના જીવનની દુર્દશા છે. આ અમૂલ્ય તકને લાભ લેવાનું જે ચૂકી જવાય તે ફરી પાછું અધોગતિમાં પડવાનું થાય, પુણ્યના ભેગે જે સામગ્રીસમેત મનુષ્યજન્મ આપણને સાંપડે છે તેને સદુપગ જડમેહની દષ્ટિને મિટાવી આધ્યાત્મિક ભાવનામાં પરાયણ થવામાં છે. એમાં જ વસ્તુત: માનવતા છે, એ જ મનુષ્યજીવન છે.
આત્મભાવની ઉચ્ચ ભાવના જે સતત પોષાતી રહે તે કલ્યાણસાધન સુલભ જ બને. જેવી કે –
સુપ્રભાતને તે દિન ક્યારે ઊગશે? | ક્યારે થાશે હદય-રાજ પ્રફુલ્લ જે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com