________________
શાસ્ત્ર” ને નામે ઓળખાતા ધર્મગ્રન્થ ઢગલાબંધ છે, અને “ગુરુ” તરીકે ગણુતા સાધુઓ પણ લાખોની સંખ્યામાં છે; અને એ બધાઓનાં મન્તવ્ય અને વિવેચને ઘણી બાબતમાં એક-બીજાથી બહુ વિપરીત જેવામાં આવે છે. વિચિત્ર રીતરિવાજોને ધર્મ સમજી પ્રજાને બહુ મોટે ભાગે તેને ચકળે ચઢી ગયેલ છે. શાસ્ત્રોને અવળી રીતે થી તેમાંથી અવળા અર્થો પણ ઘણાએ કાઢ્યા છે, અને પ્રજાને ઉધે રસ્તે દોરવાને ગહિત પ્રયાસ કર્યો છે. ધર્મને નામે કહેવાતા ગ્રન્થમાં બહુ અનિષ્ટ સેળભેળ થઈ ગયેલ છે, અને લેકેનાં માનસ પર બુદ્ધિભ્રમનાં જાળાં પાથરી દઈ વહેમ, દંભ, પાખંડ અને હેંગના ઢગ નીચે તેમને દબાવી દેવામાં આવ્યાં છે. બુદ્ધિવિશ્વમની આ બીમારીના ઉન્માદમાં લેકે ધર્મને નામે ઘણા લાંબા કાળથી પરસ્પર લડતાઝઘડતા આવ્યા છે. ધર્મના કહેવાતા સ્વાર્થ લુપ “ ઠેકેદારો” એ પિતાની ગુરુશાહીના નિરંકુશ તખ્તને સુરક્ષિત રાખવા પિતપિતાના અનુયાયી વર્ગને ધાર્મિક ઝનૂનનાં “પણ” પાઈ પાઈ ઉશ્કેરવાનાં અને ભિન્ન ભિન્ન વર્ગો વચ્ચે વેર-વિરોધની દુર્ભેદ્ય દીવાલ ખડી કરવાનાં કામ કર્યા છે. આમ ધર્મના ઝનૂની નશાએ જગવેલી અને ભડકાવેલી ઝઘડાની લ્હાયમાં દેશ અને સમાજની અકથનીય હાનિ થઈ છે, એટલું જ નહિ, એ ઝનૂની ઝઘડાખોર નશાએ માનવતા સુદ્ધાંને અણુ બનાવી મૂકી છે.
આ બધી દુઃખદ કથા છે. આ બધું એટલા માટે યાદ કરાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com