________________
ધર્મ શું છે? અન્તર્ જીવનમાં ગુણેને પ્રગટાવવા એ ધર્મ છે. ચિત્તમાં દયા, અનકમ્પા, પ્રામાણિકતા, ન્યાયપરાયણતા, સહિષ્ણુતા, ક્ષમાશીલતા, વિશાલ દષ્ટિ, ઉદાર વૃત્તિ, વ્યાપક મૈત્રી, સ્વભાવમાં મૃદુતા, વાણીમાં કેમલતા, આચરણમાં શિષ્ટતા, તેમ જ હૃદયમાં વત્સલતા આ બધી ધર્મની બાબત છે. આ જાતનું ઘડતર (જીવનનું) એ ધર્મ છે. ધર્મની આ મુદ્દાની વાત આપણે આપણા હદયમાં ખૂબ ઠસાવી દેવી જોઈએ. દુનિયાની હવાની તો કઢંગી સ્થિતિ છે. જેઓ અન્દરથી કુર, નૃશંસ, નિન્દક, અદેખા, લુચ્ચા અને ક્ષુદ્રતાથી ભરેલા હોય છે તેઓ પણ દેવપૂજન, સહ્યાવન્દન, પૂજાપાઠ વગેરે કર્મકાંડથી ધમીમાં ગણાય છે–ધમી તરીકે ગવાય છે, જ્યારે ઉપર જણાવેલ ગુણવાળા-મનુષ્યતાના ગુણેથી વિભૂષિત સજીને પણ બહારનાં વિધિવિધાનમાં ઉદ્યત ન હોવાને લીધે ધમીમાંથી બાતલ કરાય છે. અરે! આચારહીન' સમજી તેમને વગેવવામાં આવે છે. દુનિયાની આ કઢંગી રીતની શી વાત કરવી! લોકના ઉધા ડેળાએ ઘણા ઘણુ સજજનેને હડહડત અન્યાય કર્યો છે, જેના લીધે તે મહાનુભાવોને ભારે ભારે આફતમાંથી પસાર થવું પડ્યું છે.
પણ જે ધર્મને સાચો પૂજક થવા ઈચ્છે છે તે લેકપ્રવાહની વાહવાહના ધોરણે ધર્મનું આરાધન કરતો નથી, પણ અત્તર જીવનની શુદ્ધિ તરફ તેનું લક્ષ્ય હોઈ અન્તરાત્મામાં ધર્મને પોષવા પ્રયત્નશીલ રહે છે, જેની શુભ્ર સ્ના નૈતિક આચરણ (Morality) ના રૂપમાં બાહા જીવનમાં પણ ચમકતી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com