________________
૨૫
એટલે અસાર છે, અનિત્ય છે, નાશવન્ત છે એમ સમજવાનું છે. ‘ સત્ 'ના અર્થ જેમ વિદ્યમાન થાય છે, તેમ ખીજો અર્થ પ્રશસ્ત અથવા સારભૂત એવા પણ થાય છે. એટલે સત્ એટલે સારભૂત અને અસત્ એટલે અસારભત. ‘ મિથ્યા જગત્' ના ઉલ્લેખમાં પશુ ( મિથ્યા ' શબ્દના અર્થ ઉપર જણાવેલ અર્થમાં અસત્ કરવાના છે. ‘ મિથ્યા ’ એટલે અસાર, અનિત્ય, નાશવન્ત. જ્ઞાનીએ જગત્ત્ને મિથ્યા યા અસત્ કહીને સ`સારની વિચિત્રતા, વિષમતા, નિર્ગુણુતા અને દુઃખપૂર્ણતાના ઉપદેશ કરે છે અને મેાહાસગને હટાવી વિરાગતાની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરવામાં સાચુ' કલ્યાણ હાવાનું ક્રમાવે છે. સંસારવતી બધા આત્માએ મૂલરૂપે પૂર્ણ - જ્ઞાનાનન્દરૂપ છે, પણ સાથેજ માયિક (કાર્મિક) આવરણેાથી આવૃત છે. એ આવરણા જ્યારે દૂર થાય છે, ત્યારે એ એની મુક્તિ કહેવાય છે, ત્યારે એ પેાતાના પૂર્ણ ઉજ્જવલ સચ્ચિદાનન્દમાં પ્રકાશે છે. આ સ્થિતિ થયા પછી એ આત્માનું ફ્રી સંસારમાં દેહધારણ કરી અવતરવું થતું નથી.
જડ પદાર્થ તરફના માર્હ જ આત્માને સંસારમાં રઝળાવે છે. એ જ સંસાર–વૃક્ષનું ખીજ છે, એ જ ભવભ્રમણનું કારણ છે, એ જ સર્વ કલેશાનું મૂલ છે. આત્માની જડવાદ તરફની માહ-દૃષ્ટિ જ્યારે વિરામ પામે છે અને એ આત્મભાનમાં આવે છે, ત્યારે જ એનું કલ્યાણુસાધન મંડાય છે, ત્યારથી જ એના આધ્યાત્મિક વિકાસ થવા માંડે છે. અને એ વિકાસમાં જેમ જેમ એ આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com