________________
દિલથી લાભ પ્રાપ્ત કરે. પિતાના સંપ્રદાયની ચાલી આવતી કઈ રૂઢિ હાનિકારક હોય, અથવા કોઈ વ્રતપ્રણાલી કે કોઈ કર્મપદ્ધતિ દૂષિત યા અનુચિત હોય તો તેને મૂકી દઈ કોઈ પણ સંપ્રદાયની કહેવાતી સારી રૂઢિ કે એગ્ય રીતભાતને સ્વીકાર કરે. ધર્માથી મુમુક્ષુ સર્જનને દષ્ટિરાગ રાખવો ન જ પાલવે. તેણે તો પવિત્ર જ્ઞાનના વિશાલ બગીચામાં નિઃસંકોચપણે વિહરવું જોઈએ. પવિત્ર જ્ઞાનની તેને ભૂખ લાગવી જોઈએ, અને પવિત્ર પ્રસંગો મેળવી એ ભૂખને સંતોષવા તેણે યથાગ યત્નવાનું રહેવું જોઈએ.
આત્મા મૂલસ્વરૂપે સચ્ચિદાનન્દ છે. પણ કર્મનાં-માયાનાંઅવિદ્યાનાં-મેહનાં આવરણોથી ઘેરાયેલો છે. અને એથી જ અનાદિ કાળથી ભવચકમાં અનેક દુઃખથી પીડાતે ભમી રહ્યો છે. આત્માને આ માયાગ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક હોય તે ઝાંઝવામાં કપેલું પાણી જેમ અકિચિકર છે, તેમ એ માયાથી પણ કંઈ થઈ શકવું સંભવે જ નહિ. એ માયા ખપુષ્પવત્ અકિંચિત્કર બનવી જોઈએ. પણ જ્યારે પ્રાણીઓને અનેકવિધ દુઃખમાંથી મુક્ત કરવા માટે સન્તો શાસ્ત્રરચના કર્યાનું જણાવે છે, ત્યારે એ દુઃખ મૃગતૃષ્ણા નથી, પણ સદ્દભૂત (Fact) બાબત છે એ સાબિત થાય છે. અને જ્યારે માયા મેહ)નાં પરિણામ સત્યરૂપે
xરજજુમાં સર્પને ભ્રમ થાય છે ત્યાં સર્પ સત્ય નથી, પણ તેને સર્પ સમજ ત્યાં સર્ષ સત્ય છે. “સત્ય”ને આ અર્થ છે. એ સિવાય કલ્યાણભૂત તત્ત્વ તે સત્ય” એ સત્યને બીજે પણ અર્થ છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com