________________
લાયક નથી. (હા, સમયના વાવાઝોડાથી ઉડેલો કચરો જે આવી ભરાયે હોય તે જરૂર તે કાઢી નાંખવો રહ્યો.) આ પ્રકારની સમજણ જે જાગરિત થાય અને એને પરિણામે જનતાની દષ્ટિમાં સામ્યનું (સમભાવનું) સુન્દર અંજન પુરાય તે, ધર્મ–સંપ્રદાયના નામે લડી લડીને વિખૂટા પડી ગયેલ મનુષ્યવર્ગો વચ્ચે મૈત્રીને સેતુ કે સુન્દર બંધાય! મનુષ્યજાતિનું કેટલું કલ્યાણ થાય! મનુષ્યતાને કે વિકાસ થાય! ભાંગે તે ધર્મ કે સાંધે તે ધર્મ? વિશ્વબંધુત્વને પાઠ પઢાવે તે ધર્મ. જે ધર્મ જનતાને એથી ઉધું પઢાવે છે તે ધર્મ નથી, પણ ધર્માભાસ અધર્મ છે, મનુષ્યજાતિને જીવનલેણ દુશ્મન છે. કઈ પણ ધર્મના વ્યાજબીપણાની કસેટી તરીકે બે બાબતો છે: સંયમ અને વિશ્વબંધુત્વભાવના. આ બે બાબતેમાં જેણે જેટલો અધિક વિકાસ કર્યો હોય, તે તેટલે અધિક ઉચ્ચ ધર્મ. આમ, ધર્મ જીવનને પ્રાણ છે. જીવનની શાન્તિ, જીવનનું સુખ અને જીવનના કલ્યાણને એ જ માત્ર એક મુખ્ય આધાર છે.
ધર્મસાધનનું વાસ્તવિક સ્વરૂપ ચિત્તનું શોધન છે એ આપણે ન ભૂલીએ. અને એ કાર્યમાં જે જે ક્રિયા વ્યાપાર ઉપયોગી થાય તે બધા ધર્મસાધનના માર્ગ ગણાય. આ પરથી ધર્મ એક છે એ વસ્તુ સ્પષ્ટ થાય છે. માટે ક્રિયા વ્યાપારને ધર્મ માની તેના (ક્રિયાવ્યાપારના) વૈવિધ્ય અથવા તેની વિભિન્નતા પર ધર્મભેદની (ધર્મ ખા નોખા છે એવી) કલ્પના કરવી અને એમ કરી સાંપ્રદાયિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com