________________
કુશલ કૃષકે વાવેલ બીજ પણ સરસ ફલદ્રપ થઈ શકે છે, તો ઇવરે વાવેલ બુદ્ધિબીજને વિપસ થાય એ સંભવે ખરું? ઈશ્વર સતત જાગ્રતું જ હોય, તે પછી દુષ્કર્મ કરવા તૈયાર થતા માણસોને દુષ્કર્મ કરવા દે શું કામ? દુષ્કર્મ કરે એની અગાઉ જ એમને ન રોકી દે? દુષ્કર્મ કરવા દઈને પછી એમને સજા કરવી એવું તો દુન્યવી રાજશાસનમાં પણ નથી. સુશિક્ષિત સદાચારી માતાપિતા પિતાની સંતતિને સદાચારી બનાવવા સફલ થાય છે એમ કેટલાંક ઉદાહરણોમાં આપણે જોઈ શકીએ છીએ, તે પરમશક્તિમાન ઈશ્વર પિતાની પ્રજાને સદાચારી બનાવવામાં, પિતાની પ્રજાની સદબુદ્ધિને ટકાવી રાખવામાં સમર્થ ન થઈ શકે?—ઈશ્વર છતાં સમર્થ ન થઈ શકે? દુનિયાનો ચારિત્રશાલી મહાત્મા જનતાનાં દિલ ઉપર અસર ઉપજાવી શકે છે, તે ઈશ્વર જે કર્તા હોય તે અખિલ જગના પ્રાણીઓ પર બહુ અધિક સરસ અસર ઉપજાવી શકે. અને એમ જે હોય તે પછી જગત્ની આવી બુરી હાલત કેમ? સૃષ્ટિના પ્રારંભમાં જ સટ્ટાએ જીવમાં દુબુદ્ધિને, ભવિષ્યમાં કદીયે ન ઉખડે એવો અભેદ્ય “વલેપ લગાડી દીધો હતો તે જગની શકલ કેવી સુંદર બની હોત. કુશલ અને ન્યાયી રાજાના રાજ્યમાં પણ અન્યાય અને અંધાધુંધી નથી હોતાં, તે ઈશ્વરની દુનિયામાં આ અંધાધુંધી, આ ગુંડાગિરી, આ કલેઆમ, આ ખૂનખાર જંગ અને આ લૂટફાટ, ચેરી, હત્યા શું કામ હોય? ઈશ્વરની પ્રજા રોગ-વ્યાધિ, દુકાલ, ભૂકંપ વગેરે અનેકાનેક દારુણ યાતનાએમાં શા માટે તરફડે? ઈશ્વરનું આ કેવું રાજશાસન! ઈશ્વર દયાલુ છતાં એનું રાજશાસન આવું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com