________________
મહાપુરુષોની જીવનચર્યામાં ઘટેલી વિવિધ ઘટનાઓ એટલી સ્પષ્ટ માનષિક ઘટનાઓ છે કે સમર્થ શક્તિશાલી મહારાજાઓ તમેટા રાજાઓ) ના જીવનને અનુરૂપ જ છે. કેઈ રાજ-પુરોહિત કે રાજપંડિત પોતાના મહારાજાને બહુ જ ઉંચી હદ સુધી વર્ણવે અને મહાત્માને પરમાત્મા બનાવી દે એથી કંઈ એ વસ્તુ ઐતિહાસિક યા તાત્વિક સત્યરૂપ બની જાય નહિ. “હીટલર” જેવી કે મહાપરાક્રમી શક્તિને વિજેતા, અસુરસંહારક કહેવાઈ જાય અને અત એવ ઈશ્વરને અવતાર ગવાઈ જાય તે એ કેવું સારું ગણુશે?
બ્રહ્મથી જગતું થયું એમ કહીએ તે એને અર્થ એવો થાય કે શુદ્ધ નિર્મલ બ્રહ્મથી વિકારી જગત્ થયું. આ વાત ઘટી શકે કે? નિર્વિકાર બ્રહ્મ વિકારી જગનું ઉપાદાન બની શકે? જગ-રચના માયાથી બતાવાય તે માયાનું સ્પષ્ટીકરણ કરવું બાકી રહે છે. બ્રહ્મને માયાડડવૃત મનાય તે બ્રહ્મ કલુષિત બની જાય, બ્રહ્મનું પાવિત્ર્ય ઉડી જાય. ખરી વાત એ છે કે, અખિલ જગતમાં સર્વત્ર શરીર ચેતન વ્યાપ્ત છે. સમગ્ર કાકાશના દરેકે દરેક પ્રદેશમાં, સોયના અગ્ર ભાગથી પણ સૂક્ષ્મ પ્રદેશમાં અનન્ત સશરીર ચેતને-સૂક્ષ્મતમ જી વ્યાપ્ત છે. અને એ બધા પ્રાણીઓ માયાવૃત છે, અર્થાત્ કર્મનાં આવરણોથી આવૃત છે. આ રીતે સમગ્ર બ્રહ્માંડ ચેતનમય છે એમ કહેવું બરાબર છે અને આ દષ્ટિએ બ્રહ્મને વ્યાપક તેમ જ તેની સાથે માયાને વેગ માનવામાં બરાબર વ્યાજબીપણું છે. પણ કેઈ એક જ બ્રહ્મ વસ્તુ પૂર્ણ શુદ્ધ છે અને છતાં માયાવૃત છે, અને વળી જગત્સર્જનનું કામ કરે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com