________________
દિલમાં થઈ આવે છે, પણ તે એટલેા કમજોર હાય છે કે ઘેાડીક ક્ષણા કે થાડાક કલાક પછી શમી જાય છે, અને માણસ જ્યાં હતા ત્યાં ને ત્યાં જ પા! આવી જાય છે. ધર્મશાસ્ત્રો અને અધ્યાત્મશાસ્ત્રોનું બહુ વિશાલ જ્ઞાન ધરાવનારા પશુ જીવનવિધિમાં દુલ હાય છે, જ્યારે અપન્ન પણ કામળ હૃદયના માણસ મુદ્દાની વાતને પકડી લઇ પાર ઉતરી જાય છે. જીવનનું કલ્યાણુ શાસ્ત્રજ્ઞાનની વિશાલતા કે અધિકતા ઉપર અવલખિત નથી, પણ તત્ત્વભૂત સમજણુના હૃઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના માણસા પણ રાગ-રાષ ન કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે, જ્યારે મ્હાટા મ્હાટા શાસ્ત્રીઓ અને પડિતા તત્ત્વયષ્ટિને સ્પર્શવામાં અક્ષમ રહી ભવસાગરમાં ડૂબેલા રહે છે.
એકલા જ્ઞાનથી દાડા વળતા નથી; પણ ભાવનારસનું અખંડ સિચન મન ઉપર ચાલુ રહેવું જોઇએ. ત્યારે જ મનેાખલ વધુ ને વધુ ખિલતું જાય છે, અધિકાધિક પુષ્ટ થતુ જાય છે. આ રીતે મનેાખલના વધતા જતા ઉત્કષૅ એ સ્થિતિ પર આવે છે કે ગમે તેવા પ્રલાભન કે લાલચના ચમકારાએ સામે તે અડગ રહી શકે છે અને આન્તર રિપુઓને ઝાટકી નાંખવામાં સમર્થ બની જાય છે.
જીવનનું કલ્યાણ મનની શુદ્ધિમાં છે. મનની અથવા વિચારની શુદ્ધિ થતાં આચરણ આપોઆપ શુદ્ધ થઇ જાય છે. આમ જીવનની શુદ્ધિ એનું નામ ધર્મ એ ધર્મને સાધવા માટે જ વિવિધ ક્રિયાકાંડ યેાજવામાં આવ્યાં છે. દેવન્દ્વન, તપ જપ, ભક્તિ-પૂજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com